________________
૧૦૨
[વચનામૃત-૩૧] થયો નથી તેને બે ધારા હોય છે. અંતર તરફની (જ્ઞાન)ધારા હોય છે અને બહાર તરફના રાગનો વિકલ્પ પણ હોય છે. છતાં તે વિકલ્પને પોતાનો માનતો નથી ને પોતાનો જાણીને અનુભવતો નથી. આહા..હા..! “કરે કરમ સો હી કરતારા, એ રાગનો કર્તા થાય તો એ કર્તા (છે), (પરંતુ) એ કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. ગજબ વાત છે, બાપા ! આહા..હા....!
ધાવમાતા કોઈ બાળકને ધવરાવે પણ એને એમ ખ્યાલ છે કે છોકરો મોટો થઈને મને પાળશે નહિ. એ તો કો'કનો છોકરો છે. આ તો ધવરાવવા અહીંયા લાવ્યા છે. એમ સમકિતીને સંસારનાં કામ વખતે રાગ આવે છતાં એ રાગ મારી ચીજ નથી. હું એમાં આવતો નથી. મારી ચીજ_ફરીને, આત્માનુભવમાંથી નીકળીને રાગમાં એકાકાર થતો નથી. ઝીણી વાત છે, પ્રભુ ! મારગડાં જુદાં છે, ભાઈ !
આ તો ભવના અંત નહિ થાય તો ભવ કરી-કરીને મરી જશે. માણસ મરને ઢોર થાશે, ઢોર થઈને - તિર્યંચ થઈને નરકમાં જશે અને ત્યાં પાછા અનંત ભવ (કરશે). નરકમાંથી નીકળીને વળી ઢોર થાશે, સાતમી નરકે જાય એ ત્યાં મરીને ફરીને પાછો એકવાર તો સાતમી નરકે જાય જ. એવો પઠ છે. બહુ પાપ કર્યા હોય ને સાતમી નરકે ગયો હોય એ ત્યાંથી નીકળીને તિર્યંચ થાય, મનુષ્ય ન થાય અને એ તિર્યંચ મરીને ફરીને ત્યાં સાતમી નરકમાં જ જાય. આહા..હા....! એવો સિદ્ધાંત વીતરાગની વાણીમાં આવ્યો છે. એવા પાપ જેણે કર્યા છે એને બે વાર તો સાતમી નરકમાં જાવું પડે.
(શ્રેણિક રાજા) સમ્યદૃષ્ટિ ૮૪ હજાર વર્ષની સ્થિતિએ (નરકમાં ગયા છે પણ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીના પહેલાં તીર્થકર થવાના છે. ત્યાંથી નીકળીને જ્યાં માતાના પેટમાં આવશે તો ઇન્દ્ર ને ઇન્દ્રાણી (માતાના) પેટને સાફ કરશે. (કેમકે) પ્રભુ પધારવાના છે. આહા..હા..હા..! હજી તો સમ્યગ્દર્શન છે ! ત્યાંથી નીકળીને માતાના પેટમાં આવશે તો ઇન્દ્ર ને ઇન્દ્રાણી માતાનું પેટ સાફ કરી, જેમ મોટો પુરુષ આવવાનો હોય ને મકાનને સાફ કરે, એમ આ ભગવાનનો આત્મા તારા પેટમાં આવવાનો છે, એ પહેલાં સાફ કરે છે. સવા નવ મહિના પેટમાં રહે છે, (એ) સવા નવ મહિના રત્નની ધારા - વર્ષા વરસાવે છે. ઇન્દ્ર સવા નવ મહિના રત્નની ધાર વરસાવે છે. આહા..હા..! અને એના છ મહિના પહેલાં પણ રત્નની ધારા