________________
૯૦
[વચનામૃત-૩૦] દૂધીનાં શેરના ચાર પૈસા આપ્યા છે. અત્યારે તો અહીં મોંઘું છે અને તમારે તો વળી અહીં (નાયરોબીમાં બહુ મોંઘું છે. અહીંની વાત સાંભળી છે કે, અહીં તો બહુ મોંઘુ (છે) ! ઓ..હો..હો..હો...! ત્યાં સફરજન છ આનાનું મળે છે, અહીં કહે છે કે સફરજન પાંચ રૂપિયાનું ને છ રૂપિયાનું મળે (છે) એટલી તો કિંમત વધી ગઈ છે. આહા..હા...! આ બહારની કિંમત વધારી નાખી છે. જેમ આ દેશમાં એની કિંમત વધી છે, એવી કાઠિયાવાડમાં (એની) કિંમત (વધી) નથી. એમ આત્માએ પોતાની કિંમત છોડીને પરની કિંમત વધારી દીધી છે. શરીરની, વાણીની, પૈસાની, પુણ્યની, પાપની - એ કિંમત વધારીને આત્માની કિંમત છોડી દીધી છે. આહા..હા...હા...!
એ અહીં કહે છે ...મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી વિશ્વાસપૂર્વક એટલે સમ્યગ્દર્શનપૂર્વક. એકલો પકડી શકાય નહિ, એમ કહે છે. આહા..હા...!
આ તો બેન-દીકરીયુંમાં બોલાઈ ગયું છે, એ આ લખીને બહાર આવ્યું છે. અનુભવની વાણી છે.
(અમે) જ્યારે નાની ઉમરનાં હતાં, તે દિ દસ-બાર વર્ષની ઉમર (હશે), ત્યારે અમારા એક બ્રાહ્મણ પાડોશી હતાં. એ બ્રાહ્મણ નાહતાં... પછી ઓલું પહેરેને શું કહેવાય એ ? ખભોટિયું ! ત્યારે ખભોટિયું પહેરતાં પહેરતાં બોલતાં હતાં . “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે..., ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે...' આઠ વર્ષની - દસ વર્ષની ઉમરે આ સાંભળેલું ! મને એમ થયું, આ શું બોલે છે, મામા ? કારણ કે અમારી બાના (ગામના) હતા તો અમે એ બ્રાહ્મણને “મામા' કહેતાં. મેં કહ્યું, “મામા ! તમે શું આ બોલો છો ?” “અનુભવીને એટલું...” તો કહે “મને બહુ ખબર નથી - અનુભવી એટલે.. હું તો ભાષા બોલું છું.” “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે...” આ ભગવાન આત્મા આનંદ (સ્વરૂ૫) છે તેનું જ્ઞાન કરીને આનંદમાં રહેવું. આહા..હા..! “ભજવા પરિબ્રહ્મ....” પરિ નામ સર્વથા પ્રકારે મોટો આનંદનો નાથે, સાગર આત્મા ! “ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું....' આ વાણી બ્રાહ્મણમાં છે. બ્રાહ્મણ નહાય ને ત્યારે આ બોલે છે. બધું સાંભળેલું... ઘણું સાંભળેલું ! નાની ઉમરથી . આઠ ને નવ વર્ષની ઉમરથી...! આ તો નેવું ને એકાણું થયાં ! આ..હા..હા...! ધૂળમાં પણ ક્યાંય બહારમાં નથી એમાં...!