________________
વચનામૃત રહસ્ય અંદરમાં બિરાજે છે. ‘અનુભવીને એટલું આનંદમાં રહેવું રે...” એમ કહે છે ત્યારે, લ્યો ! એને કાંઈ ભાન નહોતું ! ભાષા એવી આવતી.
એમ અહીં તો કહે છે કે, અનુભવીને (એટલે) વિશ્વાસપૂર્વક - આત્માનો વિશ્વાસ કરીને - સમ્યગ્દર્શન પ્રગટ કરીને, મિથ્યાત્વને ટાળીને, રાગને બાળીને, ....વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે....' તેને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. આ..હા..હા..હા...!
આ આતમરામ છે ! એ આતમરામની વાત છે. આહા..હા..! “નિજપદ રમે સો રામ કહીએ....” જે આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, એમાં રેમે તેને (રામ કહીએ). નિજ પદામાં) રમે તેને આત્મા કહીએ. રાગમાં રમે તેને હરામી” કહીએ !! આહા..હા...! ભારે વાતું, બાપા ! કહે છે કે, પુણ્ય ને પાપ ભાવમાં રમે એ હરામી છે, કારણ કે એ અનાત્મા છે . એ પુણ્ય-પાપ ભાવ આત્મા નથી. આત્મા તો પુણ્ય-પાપથી રહિત અંદર ચૈતન્યમૂર્તિ આનંદ છે. તેને ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આહા..હા...!
જેમ બીજ વાવ્યાથી ફળ આવે છે એમ આત્માનો સ્વભાવ અનંત ગુણનો ભરેલો ભંડાર છે) એનો એક વાર પણ અનુભવ કરવાથી અનંતફળ પાકે છે અને સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે.
દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી....' બીજ વાવતા વખતે ફળ, ફૂલ કાંઈ દેખાતું નથી. શું કીધું ? બીજ વાવતાં વખતે કાંઈ ફળ, ફૂલ દેખાતાં નથી. એમ અંદર આત્મા તરફ જતાં પહેલાં કાંઈ ન દેખાય. પણ પછી એ બીજનો વિશ્વાસ કરે કે “આ બીજ છે માટે ફળશે જ.” આહા...! એમ ‘દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના “શું પ્રગટશે એમ થાય...' એને વિશ્વાસ તો આવતો નથી. અનાદિથી બહારના વિશ્વાસમાં ભમી રહ્યો છે. આહા..હા..!
તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય,... એને પહેલાં એમ લાગે. આ બીજ વાવું છું, એ અત્યારે તો દેખાતું નથી પણ ફળ આવ્યા વિના નહિ રહે. એમ એકવાર આત્માને પ્રગટ કરવાથી, ભલે અસ્તિત્વપણે પહેલાં ભાસે પછી એનો વિશ્વાસ આવે, એ પહેલાં વિશ્વાસ ન આવે. પણ વિશ્વાસ આવે (પછી) કે નક્કી આમાંથી પ્રગટ થાશે.
“....પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે.”