________________
૮૫
વચનામૃત રહસ્ય
જ્ઞાનને - જાણપણાને ધીરું (કરી), પર તરફ વળે છે તેને ધીરુ કરી અને જેની એ પર્યાય છે તેને તું જો. એ પર્યાયની પાછળ પાતાળ . ચૈતન્ય પાતાળ ભગવાન બિરાજે છે. આહા..હા...! અહીં તો પાંચ-પચીશ લાખ જ્યાં મળે ત્યાં તો રાજી રાજી થઈ જાય. (કહે) લાપસીના આંધણ કરો આજ ! ૨૫ લાખ પેદા થયાં છે ! એક કરોડ પેદા થયાં ! કરો લાપસીના આંધણ ! લાપસી મૂકો ! ઝેર બધું સળગ્યું છે ત્યાં ! આહા...!
અહીં કહે છે કે, એની અંદર જા. “...આત્મા પકડાય એવો છે.” આ..હા..હા..હા...! જ્ઞાનને ઝીણું ને ધીરુ કરી, બહારમાં ભટકતાં જ્ઞાનને જ્ઞાનની વર્તમાન દશા, બહારમાં ભટકતાં જ્ઞાનને અંદરમાં લાવવા ધીરું કર પ્રભુ! સૂક્ષ્મ કર ! ધીરો થા !
જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો..” “સૂમતાથી અંદર જો ! સ્થૂળ ઉપયોગમાં) અંદર નહિ જોવાય. સ્થૂળ ઉપયોગથી) તો રાગ ને દ્વેષ ને આ અનાદિથી રખડતો સંસાર છે એ દેખાશે. આહા..હા...! શબ્દો થોડા છે (પણ) ભાવ ઘણાં ઊંડા ભરેલાં છે.
અનુભવમાંથી - આનંદના વેદનમાંથી આવેલી વાણી છે અતીન્દ્રિય આનંદનું વેદન કરે છે. જ્ઞાની અતીન્દ્રિય આનંદનું વેદન કરે છે. એ વેદનમાંથી વાણી(નો) વિકલ્પ આવે છે એ રાગ છે. આ...હા...હા...! પણ એમાં આ આવ્યું
- જ્ઞાનને ધીરુ કરી, સૂક્ષ્મ કરી અંદર જો, ... તો આત્મા પકડાય એવો છે. અંદર ભગવાન આત્મા પકડાય એવો છે એટલે અનુભવ થઈ શકે એવો છે. આહા..હા...! “એક વાર વિકલ્પની જાળ તોડીને....' રાગ ને પુણ્યપાપના ઝેરની જે જાળ (છે) એને એક વાર તોડી એટલે એની મહિમા ને કિંમતને તોડી, અંદરમાં ચૈતન્યની મહિમામાં જા ! તને અંદર ભગવાન મળશે !! આહા..હા...! આવી વાત છે. વચનામૃત માખણ છે !
અંદર જો તો આત્મા પકડાય એવો છે. આહા...! જે સ્થિતિએ - સૂક્ષ્મ ઉપયોગથી) પકડાય તે રીતે અંદર જો તો પકડાય એવો છે. પુણ્ય ને પાપના વિકલ્પથી તે પકડાય એવો નથી. આ...હા...હા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના પરિણામથી એ પકડાય એવો પ્રભુ નથી. ‘સાણસે સર્પ પકડાય” પણ ઝીણા મોતી પકડવામાં સાણસા કામ ન આવે. મોતી પકડવા (માટે)