________________
४४
વિચનામૃત-૧૫] સાંભળી, એ કહે છે કે વાણીમાં એટલું અમૃતનું જોર આવ્યું આહા..હા..હા...! કે દ્રાક્ષ છે તે વનવાસમાં ચાલી ગઈ. આની મીઠાશ આગળ એ મીઠાશ ચાલી ગઈ. આહા...હા...! હજી તો વાણીની વાત છે હોં...! આત્માની (તો) પછી (વાત).
અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ.” ચિચોડામાં પિલાઈ ગઈ! (એમ કહે છે). ભગવાનની વાણીનું અમૃત ! આહા...હા...! જ્યાં અંદરમાં ઘૂંટડે ઘૂંટડે વાણી આવે એને લઈને તો કહે છે કે શેરડી પણ ચિચોડામાં પીલાઈ ગઈ ! (એને એમ લાગ્યું કેઅમારો રસ એને નહિ લાગુ પડે, એવી વીતરાગની વાણીનો રસ છે ! આહા..હા...!
આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. આ તો વાણીનો મહિમા ગાયો, આહા..હા...! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો ! “તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી !” આu.....! વાણીની પાર, વિકલ્પની પાર અંદર ચીજ (પડી છે). પાતાળમાં અનંત (જ્ઞાનનો સાગર અને અનંત આનંદનો દરિયો ભર્યો છે. એ ચૈતન્યની તો શું વાત કરવી ! જ્યાં તીર્થકરની વાણીને પણ આટલી ઉપમા અપાય, તો એના ચૈતનના સ્વભાવને તો શું કહેવું ! (એમ) કહે છે. એ તો અંદર અમૃતનો સાગર ભર્યો છે.
આહા..હા...! ભાષા સાદી છે પણ તત્ત્વ ઘણું ઊંચું છે ! વીતરાગની વાણી જ્યારે આવી હોય તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી ! એની વાણી આવી હોય તો એનો આત્મા કેવો હશે અંદર ! સર્વજ્ઞ સ્વભાવી આમ પ્રગટ થઈ ગયો ! ચેતન જ્યોતિ... ઝળહળ જયોતિ... 'ઝળહળ જ્યોતિ... સર્વજ્ઞ (પ્રભુ) એના આત્માની તો શું વાત કરવી ! ભાષા તો સાદી છે પણ ભાવ જરી ઊંડા છે. આહા..હા...!