________________
[વચનામૃત-૧૪] (હવે) ૧૪. “હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે... શું કહે છે ? “હું એમ પોતાથી (જોર આવે), વિકલ્પથી નહિ. પોતાથી પોતાને છે” (એમ) અસ્તિત્વનું જોર આવે. આહા..હા..હા...! હું એક આનંદ કંદ પ્રભુ છું. સચિદાનંદ આત્મા છું. એવું પોતાને પોતે પોતાના પુરુષાર્થથી જોર આવે.
“..પોતે પોતાને ઓળખે...' એવું જોર આવે તો પોતાને ઓળખે. આહા...હા..! છે ? પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે...” એટલે શું ? કે પહેલાં અનુભવ ન કરે. પહેલાં અંદર જાણનારી ચીજ છે', જાણનારો એ અનાદિ અનંત નિત્ય ધ્રુવ છે . એમ પહેલાં ઉપરથી એટલે વિકલ્પથી પહેલું જોર આવે. ....પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે... આહા...હા...! ‘છે' ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એવું જો ઊંડાણમાંથી અસ્તિત્વનું જોર આવે, સત્તા છે,” આ છે'. બીજી બધી સત્તાઓને તો હું જાણનારો છું એ પણ વ્યવહાર. (કારણ કે મારી પર્યાયમાં જણાય છે. (અને) એ પર્યાયને હું જાણનારો છું અને પર્યાયનો જાણનારો (કહેતાં) પણ દ્રવ્યને જાણનારો હું છું. પરને તો હું જાણતો નથી જ. મારી પર્યાયમાં પર જણાય છે એ મારા પોતાના પોતાની પર્યાયના સામર્થ્યથી જણાય છે, એ જણાતું નથી. આહા...હા...! આવું આકરું હવે....! પોતે ઉપર ઉપરથી કરે છે. '
...અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય.... “વિકલ્પરૂપ હોય. એ શું કીધું ? અંદરમાં ઊંડાણમાં જ્ઞાયક છે.... જ્ઞાયક છે.... જ્ઞાયક છે.... પર્યાયની પાછળ જ્ઞાયક છે, વિકલ્પથી પાર છે - એવું એક વિકલ્પથી જોર આવે. ભલે વિકલ્પ પહેલો આવે . રાગનો અંશ પહેલો આવે.
“એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય.... (અર્થાતુ) અંદર જવાની ભાવના જો જોરદાર હોય. “....એટલે સહજરૂપે જોર આવે.’ ઝીણી વાત છે. એકલી અનુભવની (વાત) છે. પહેલું અસ્તિત્વ છે' (એવું) ઉપરથી (એટલે કે) વિકલ્પથી લક્ષમાં આવે કે આ કોઈ ચીજ અંદર છે પછી વિકલ્પ તૂટીને અંદરમાં જોર જાય ત્યારે “ભાવનાની ઉગ્રતા હોય....' (અર્થાત) આત્માના ચેતન સ્વભાવની ભાવના એટલે એકાગ્રતા જો હોય તો સારું આવવાનો અવકાશ છે.” સાચું આવવાનો એટલે સત્ય આવવાનો ત્યાં અવકાશ છે. તેને આત્મા અનુભવમાં આવી શકે એવો) ત્યાં અવકાશ છે. આહા...હા...હા...! આવી વાતો છે.