________________
વચનામૃત રહસ્ય
૭૯ જેમ તીર્થંકર શ્રેણિક રાજા અત્યારે પહેલી નરકમાં છે. આવતી ચોવીશીમાં પહેલાં તીર્થકર થવાનાં છે. એ પણ અત્યારે ત્રિકાળવર્તી નમસ્કારમાં આવી જાય છે. આહા...હા...! ત્રણે કાળમાં બિરાજતાં પંચ પરમેષ્ઠી, ભૂતકાળ - વર્તમાન ને ભવિષ્ય - ત્રણકાળમાં વર્તતાં સર્વ પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરીને વચનામૃતની શરૂઆત કરીએ છીએ. એમાં આ ૨૬મો બોલ આવ્યો છે. આહા..હા..હા...!
અંદર આત્મદેવ બિરાજે છે.. આકરું પડે જગતને ! (કેમકે) અભ્યાસ ન મળે. દુનિયાના અભ્યાસ આડે આ વાત જ એક કોર પડી રહી ! સંસારમાં ૨ખડવાના ભાવ - મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ, એ તો ચાર ગતિમાં રખડવાના ભાવ છે.
અહીંયા કહે છે કે અંદર આત્મદેવ બિરાજે છે.... બધામાં હો...! આહા...હા..હા..! અંતર દિવ્ય શક્તિ, જેવી દિવ્ય નામ પ્રધાન શક્તિ પંચ પરમેષ્ઠીની થવા લાયક છે, તેવી શક્તિ આ આત્મામાં) અંતરમાં બિરાજમાન છે. આહા.....! “....તેની સંભાળ કર.” આા..હા.....!
ભગવાન આત્મા અંતર(માં) બિરાજે છે. આ દેહ, વાણી, મન, પૈસો, લક્ષ્મી, આબરૂ, કીર્તિ - જડ એ તો ધૂળ છે . પર (છે). અંદર પુણ્ય ને પાપના ભાવ થાય એ પણ પર ને વિકાર ને સંસારનું કારણ ને સંસાર છે. એનાથી અંદર ભિન્ન આત્મા બિરાજે છે. એ આત્મદેવ છે ! (એમ) કહે છે. આ..હા..હા...! સાપ કરતાં કેમ આવડે ? કદી કરતો નથી અને કરવાની દરકાર કરી નથી. (માટે કહે છે, હવે તેની સંભાળ કર.” બધાંની સંભાળ કરવા તું તત્પર થઈ રહ્યો છો પણ આ ભગવાન અંતરમાં બિરાજે છે તેની સંભાળ કર. એકવાર એની સામું તો જો ! કે, અંદર કોણ છે? આહ....!
બાહ્યની વ્યવસ્થા કરવા (આડે) નવરો નહિ. આખો દિ' એ વ્યવસ્થા - આ ધૂળની ને પૈસાની ને બાયડીની ને છોકરાની ને કુટુંબની વ્યવસ્થા (પાછળ) એકલું પાપ (કરે છે). ધર્મ તો નહિ પણ પુણ્ય પણ નહિ !! પુણ્ય તો ક્યારે થાય ? કે જ્યારે ચાર-ચાર કલાક, ત્રણ-ચાર કલાક સત્સમાગમ કરે, વાંચન કરે, શ્રવણ કરે તો ભલે ધર્મ ન થાય પણ એને પુણ્ય થાય. પણ અહીં તો કહે છે કે એ પુણ્યની પણ પાર અંદર આત્મા બિરાજમાન છે. આ..હા..હા...!
-
ક-૧ ---*.
*
*