________________
૮૧
વચનામૃત રહસ્ય વર્ષની કરોડની પેદાશ એ ધૂળ છે ! અંદરમાં ભગવાન બિરાજે છે એને ન જોતાં માગણ (થઈ ને બહારમાં ભીખ માંગે છે). માગણ... માગણ સમજે? ભિખારીને માગણ કહે છે ને ! એ માગે... માગે. ભિખારી આ લાવ... આ લાવ... આ લાવ... આ લાવ... આ લાવ... અહીં કહે છે કે ભાઈ ! એ માગણપણું છોડી દે ! અને (અંદર આત્મામાં) તૃપ્ત થા. અંદરમાં તૃપ્તિ થાય એવી ચીજ પડી છે, પ્રભુ ! ઉપરનાં શરીરને તું ન જો ! સ્ત્રીના, પુરુષનાં નપુસકના, તિર્યંચના, ઢોરના, સિંહ-નાગના શરીરને ન જો ! એનો આત્મા અંદર જુએ તો એ ચૈતન્યદેવ બિરાજમાન છે. આહા..હા...!
(માટે કહે છે કે, “....અંતરમાં જા, ને તૃપ્ત થા.” ત્યાં તને તૃપ્તિ થશે. અંતરમાં જા, ત્યાં તને તૃપ્તિ થશે, એમ કહે છે. આહા..હા..! બહારમાં - ધૂળમાં ક્યાંય તૃપ્તિ નહિ થાય. કરોડ-કરોડની પેદાશ મહિનાની હશે તો પણ ભિખારાવેડા (કરે).... વધારે કરું... વધારે કરું... વધારે કરું... માગણની પેઠે ભિખારી (થઈને ફરે છે). શાસ્ત્રમાં તેને ‘વરાંકા' કહ્યા છે. શાસ્ત્રમાં વરાંકા એટલે ભિખારી કહ્યા છે. આ સિદ્ધાંતમાં પાઠ છે. “વરાંકા' શબ્દ આવે છે - “વરાંકા' ! આહા...હા...!
અહીં કહે છે, પ્રભુ ! તું અંતરમાં જો તો ખરો એકવાર ! “અનંતગુણસ્વરૂપ આત્માને જો....” અંદર અનંતગુણ સ્વરૂપ આત્મા છે. આ...હા..હા.... એક ગુણરૂપ નહિ, રાગરૂપ નહિ, અનંતા... અનંતા ગુણસ્વરૂપ (છે). એકવાર કહ્યું હતું - આકાશના જેટલા)_પ્રદેશ છે. એથી અનંત ગુણા ગુણ એક જીવમાં છે. જગતને બેસવું કઠણ પડે. (કેમકે કોઈ દિ') સાંભળ્યું નથી. જીવની સંખ્યા અનંત છે. એના કરતાં આ પરમાણુની સંખ્યા અનંતગુણી છે. આ આંગળી) એક ચીજ નથી, આ તો અનંત પરમાણુનું દળ છે. કટકા કરતાં.. કરતાં.. છેલ્લો પરમાણુ રહે તેને જિનેશ્વરદેવ પરમાણુ કહે છે. એ અનંત પરમાણુનો આ પિંડ છે. આત્માની સંખ્યા કરતાં પરમાણુની સંખ્યા અનંતગુણી છે. આહા..હા..! એથી અનંતગુણા ત્રણ કાળના સમય છે. એક સેકંડમાં અસંખ્ય સમય જાય. એવા ત્રણકાળના સમય, પરમાણુની સંખ્યા કરતાં અનંતગુણા છે. એથી અનંતગુણા આકાશના પ્રદેશ છે. આ ચોદ બ્રહ્માંડ છે. એટલામાં જીવ, જડ ને છ દ્રવ્ય રહે છે. તેને લોક કહે છે. લોકોની) બહાર ખાલી ભાગ છે), ખાલી...ખાલી... ક્યાંય જેનો અંત નથી, એવું દશે દિશામાં આકાશ