________________
વચનામૃત રહસ્ય શુભભાવથી સંતોષાઈ ન જાય. (એ બધાં કાર્યની સાથે ખટક રહેવી જોઈએ. કે “.... આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે.' આહા..હા...! શાસ્ત્ર વાંચે, સાંભળે પણ જાણે કે આ તો શુભ વિકલ્પ છે. અંદરથી માર્ગ કોઈ જુદો છે. અંદર શુભ રાગથી ખસીને અંદર ચેતન સ્વરૂપમાં જવું, એ માર્ગ કોઈ જુદી જાતનો છે. શાસ્ત્ર વાંચન કર્યું માટે માર્ગ થઈ ગયો એમ એને એવો સંતોષ ન લેવો. આહા..હા...! એવું પણ (હજી તો કેટલાંકને ઠેકાણું નથી ! આ તો (આ બધું) હોય એને (કહે છે કે, પણ ખટક તો અંદરની રહેવી જોઈએ. આહા..હા..! (કે) ....માર્ગ તો કાંઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે .' શુભ કે અશુભ, પુણ્ય ને પાપનાં વિકલ્પો - ભાવ છે, તે) બન્ને ભાવથી રહિત આહા..હા...! અંદર માર્ગ છે. એ શુભાશુભ ભાવમાં માર્ગ નથી. પુણ્ય પાપના ભાવમાં માર્ગ નથી. (કોઈ એમ કહે કે અમે પાપી છીએ માટે પહેલાં પુણ્યમાં તો આવીએ, પણ પુણ્ય આવે તો (પણ) એવું પુણ્ય તો અનંતવાર કર્યું છે. એ કોઈ માર્ગ નથી. જેને જન્મમરણ રહિત થવું હોય એને માટે એ માર્ગ નથી. આ..હા..હા...!
એ ખટક સાથે જ રહેવી જોઈએ. આ બધામાં આ ખટક તો રહેવી જ જોઈએ. શાસ્ત્ર વાંચન કરે, વિચાર કરે, કહે, બોલે, કથા કરે પણ ખટક તો રહેવી જોઈએ કે આ વિકલ્પથી માર્ગ અંદર કોઈ જુદો છે. એવી ખટક વિના એ વિચારમાં અટકી જાય તો આગળ નહિ વધી શકે. એટલે આ વાંચનમાં પણ ખટક તો અંદર (રહેવી જોઈએ). શુભાશુભ ભાવથી જુદો માર્ગ છે . તેમ રહેવું જોઈએ. વિશેષ કહેશે.
E
_=
.
S
=
* વિકારની તુચ્છતા ભાસે તો વીર્ય ત્યાંથી ખસે, અને સ્વભાવની મહિમા ભાસે તો વીર્ય ત્યાં ઢળે. (પરમાગમસાર-૨૧૩)