________________
વચનામૃત રહસ્ય ઘરની દુકાન છે ને ! ત્યાં પાલેજમાં દુકાન છે. અત્યારે દુકાન ચાલે છે. મોટી દુકાન છે. ૪૦ લાખ રૂપિયા છે. ૪ લાખની પેદાશ છે. પણ હું તો (ત્યાં) સ્વાધ્યાય કરતો. ૧૯ વર્ષની ઉમરથી આ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું છું. દસવૈકાલિક, ઉત્તરાધ્યયન આચારંગ, સૂયગડાંગ આહી. હા ! એ બધું વાંચ્યું છે. એમાં જ્યારે ૭૮માં “સમયસાર' હાથ આવ્યું ત્યાં તો પોકાર ઊઠ્યો અને કહ્યું કે “બાપુ ! આ શરીર રહિત થવું હોય તો આ પુસ્તક છે !! દામનગરમાં એક શેઠ હતાં. અને મેં કહેલું “શેઠ ! આ સમયસાર શરીર રહિત થવાની ચીજ છે ! ૭૮ની સાલની વાત છે. કેટલાં વર્ષ થયાં ? પ૭ થયાં ને ! તે દિની વાત છે. કીધું કે શરીર રહિત થવું હોય તો આ સમયસાર છે. એમાં આત્માની વાત છે ને આત્માનો મોક્ષ કેમ થાય ? (અ) સમ્યગ્દર્શન (કેમ થાય) ? એ ચીજ આમાં છે. એવી ચીજ બીજે ક્યાંય છે નહિ.
અહીં કહે છે “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,..' જોઈએ. આહા..હા..! વાંચન કરવું, વિચાર કરવો, પૂછવું. પર્યટન કરવું. આહા..હા..! બીજા પાસે એ વાત ચમૂકવી કે આ કેમ છે ? “....વિચાર - મનન કરવાં; એ જે આત્માર્થીનો ખોરાક છે. આત્માર્થીનો ખોરાક આ છે ! શિખંડ, પૂરી ને પત્તરવેલીયાં...! પત્તરવેલીયાં સમજાય છે ? અળવીનાં ભજીયાં ! અળવીનાં ભજીયાંને પત્તરવેલીયાં કહે છે ને ! શિખંડ ને પૂરી ને પત્તરવેલીયાનાં ભજીયાં...! અળવીનાં પાંદડાં થાય છે ને ? પછી એમાં ચણાનો લોટ નાખીને વાટા કરે છે ને ! વાટા કરીને કટકા કરે ! બધું જોયું છે ને ! કર્યું નથી કાંઈ ! (પણ) જોયું છે બધું! એ પત્તરવેલીયાંના કટકા - બટાકાને ઘીમાં તળેલાં - હોય ને અહીં શિખંડ (હોય)....! તો જાણે એમ થઈ જાય કે) આહા..હા..હા..!
બધી વાતું જોઈ છે. બાપુ ! એક-એક ! એક સ્ત્રીના લગ્ન કર્યા નથી એટલો ફેર છે. એ સિવાય ઘણું બધું જોયું છે.
અહીં એ કહે છે કે આત્માર્થીનો તો આ ખોરાક છે. ૨૪ કલાકમાંથી સ્વાધ્યાય, મનનનો વખત લેવો જોઈએ. ગમે તે રીતે બે-ચાર કલાક કાઢવા જોઈએ. એ ૨૪ મો બોલ થયો.