________________
વચનામૃત રહસ્ય છે અને આ અંતર ખેતર જે છે આહા...! એમાં આનંદનો પાક થાય એવું એ ખેતર છે. એમાંથી અતીન્દ્રિય આનંદનાં અંકુરો ફૂટે ! આહા..હા....! એવું આત્મ-તળ અંદર તળિયું છે વર્તમાન પર્યાયથી અંદરમાં જોતાં, એનું તળ - તળિયું એટલે ધ્રુવ (સ્વરૂ૫) જોતાં તેની પર્યાયમાં આનંદનાં અંકુર ફૂટે એવું એ ક્ષેત્ર છે, એવું એ આત્મા તળિયું છે. અરે...અરે...! આવી વાતું હવે...!
અહી તો બહારમાં કાંઈક પૈસા થાય ત્યાં થઈ રહ્યું....! ખાવા - પીવાના ઠેકાણાં ન મળે, અભક્ષ ખાઈએ છીએ કે નહિ.... (એની ખબર ન મળે). આ આવે છે ને આ શું કહેવાય) ? ઇંડાં ને આહા...! માછલીનાં તેલ ને કોડલીવર આવે છે ને ! ઘણી બધી ખબર છે ને ! એવું આવે એ દુનિયા વાપરે...! અરરર...! તેનાં ફળ બાપા નરક છે. એ નરકનાં દુઃખનું વર્ણન પ્રભુ કરે છે. પ્રભુ ! તારાં ક્ષણનાં દુઃખ....! પ્રભુ કહે છે નરકમાં દુઃખોનું વર્ણન હું શું કરું ? કરોડો ભવ અને કરોડો વર્ષથી, કરોડ જીભથી કહીએ તો પૂરું ન પડે એટલે ત્યાં દુઃખનું વેદન છે ! નરકમાં....!
એક માણસનું ખૂન કરે (અને) એ ખૂનની સાક્ષી મળે તો રાજા એને કદાચ એકવાર ફાંસી આપે પણ તેણે ૨૫-૫૦-૧૦૦ (માણસ) નાં ખૂન કર્યા હોય તો રાજા એને (૧૦૦ વાર) શી રીતે ફાંસી આપે ? શું કરી શકે ? ' ૧૦૦ વાર ફાંસી આપે ? એકવાર ખૂન કર્યું હોય એને એકવાર ફાંસી અને ૨૫-૫૦ ખૂન કર્યા હોય એને માટે શું ? એને માટે કુદરતમાં નરક છે. અહીં એનું ફળ રાજા આપી શકે નહિ. એને ૨૫ વાર ફાંસીએ ચડાવી શકે નહિ. આહા..હા..હા...! એનું ફળ અંદર (નરકમાં) છે. આહા..હા..!
એ . !કહે છે કે અંદરમાંથી ભાવના ઊઠવી જોઈએ. ઉપરટપકે વિચાર (ચાલતાં) હાય એનું ફળ કાંઈ આવે નહિ. (અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. આહા..હા... (૨૩ પૂરો થયો).