________________
[વચનામૃત-૨૩]
(હવે કહે છે) ‘અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે..... આહા..હા...! અંદ૨માંથી ભાવના ઊઠે (એમ) કહે છે. ઉપ૨ ઉપ૨થી વાંચન ને શ્રવણ ને મનન (કરે) એ નહિ. આહા..હા...! અંદરમાંથી ભાવના ઊઠે, આત્મામાંથી જાગૃત દશા થાય ....તો માર્ગ સરળ થાય.’ તો માર્ગ સરળ થાય. ‘જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.' આહા..હા..! પ્રભુ ! જે જ્ઞાયક છે, જે જાણનાર ચૈતન્ય જ્યોત છે, અંદર જળહળ જ્યોતિ બળે છે, પ્રભુ ! ચેતનનાં પૂર - જ્ઞાનનાં પૂર ભર્યાં છે, જેમ પાણીનો પ્રવાહ આમ જાય છે, એમ આ ચૈતન્યનું નૂર ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ....ધ્રુવ.... આમ જાય છે. એવું જે ચૈતન્યના પૂરનું ધ્રુવપણું આહા...! એની અંત૨માંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ, થાય. આહા..હા..! પહેલું એને સાંભળવું તો જોઈએ ને પ્રભુ ! સાંભળવા મળે નહિ એ જાય ક્યાં ? આ..હા..હા...!
૭૨
‘જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.' આય..હા...! શાસ્ત્ર પણ ધાર્યા હોય, વાંચ્યા હોય પણ એ તો ઉપર ટપકેની વાત છે. આહા...હા...! અંતરમાં જ્ઞાયકભાવ....! અંતઃસ્થળમાં. જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ધ્રુવ બિરાજે છે, પ્રભુ ! એનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ત્યારે એને અંતરમાં પ્રવેશ થઈને સમ્યગ્દર્શન થાય, ત્યારે એને ધર્મની પહેલી દશા થાય. પહેલી દશા...! આહા..હા..! થોડા શબ્દમાં ઊંડું ઘણું ભર્યું છે !
શું કીધું એ ? (કે) ‘અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવે.’ બહારથી નહિ, પુણ્ય-પાપના ભાવના ફળની મહિમા એ ધૂળની મહિમા (છે). (અહીંયા તો) આત્મા(નું) અંતઃસ્થળ જે ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં આનંદનો પાક છે. (તેના મહિમાની વાત છે). જગતમાં પણ... શું કહેવાય એ ? ચોખા સિવાય ઓલું.....! તમારા નામ પણ ભૂલી જવાય છે ! કળથી...! કળથીનાં ખેતર જમીન સાધારણ હોય છે અને ચોખાનાં ખેતર ઊંચા હોય છે. સારા ખેતરમાં ચોખા પાકે. કળથી સારા ખેતરમાં ન પાકે. એ સાધારણ પથ્થરની જમીનમાંથી કળથી પાકે. અમારે ત્યાં જોડે (સાથે-બાજુમાં) ગામ છે, ત્યાં કળથી પાકે છે, ચોખા પાકે છે ત્યાં બધું જોડે છે. એમ આ આત્મા અતીન્દ્રિય આનંદનો પાક થાય એવું ખેતર છે. આહા..હા..! અને પુણ્યપાપનું ખેતર એ સંસારની ગતિ ફળે એવું એ ખેતર છે. આહા..હા..! પુણ્ય ને પાપના ભાવ, એ ખેતર છે એ ચારગતિમાં ૨ખડવાનું (ખેતર)
જમીન (અર્થાત્) અંતઃસ્થળ
આ
w
–
-