________________
વિચનામૃત-૨૨] એમને એમ રહી. મારાથી મારી વાત ન કહેવાય. સમુચ્ચય વાત થાય. સમુચ્ચય સમજાય છે ? નહિતર તો ક્યાંથી અમે આવ્યા ને અહીંથી ક્યાં જવાના છીએ એ બધું અંદરથી નક્કી થઈ ગયેલું છે ! અંદરથી નક્કી થઈ ગયેલું છે !! એમ છે, બાપા ! (બધું નક્કી થઈ ગયેલું છે.
મુમુક્ષુ : અમને હવે કહો !
પૂજ્ય ગુરુદેવશ્રી: મહાવિદેહમાંથી આવ્યાં છીએ. પ્રભુ બિરાજે છે, સર્વજ્ઞદેવ સીમંધર પ્રભુ સમોસરણમાં મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં રાજકુમાર તરીકે હતાં. પિતાજીને હાથી ને ઘોડા (ને) અબજોની પેદાશ હતી. મહિનાની અબજોની પેદાશ અને ઘરે હાથી ઘોડા હતાં. તેનો હું રાજકુમાર હતો.
કુંદકુંદઆચાર્ય સંવત ૪૯માં અહીંથી ભગવાન પાસે ગયા હતાં. ત્યારે હું પણ હાથીને હોદે ભગવાનનાં દર્શન કરવાં, કુંદકુંદઆચાર્યનાં દર્શન કરવાં સમોસરણમાં ગયેલો. આ..હા..હા..! આવી વાત છે, બાપુ ! બહુ ઝીણી વાતું છે ! અને ભગવાનના મુખમાંથી નીકળેલી વાતું છે. એવી વાતું છે કે આ જી .
મુમુક્ષુ : બેન કોણ હતા ? પૂજ્ય ગુરુદેવશ્રી : બેન ત્યાં નગરશેઠના દીકરા હતાં. અમે ચાર જણાં ત્યાં હતાં. એક એ હતાં, એક શાંતાબેન છે, એ પણ શેઠના દીકરા હતાં. એક નારણભાઈ હતા એમણે (અહીંયા) મારી પાસે દીક્ષા લીધેલી, ગુજરી ગયા છે. એ ત્યાં વેશ્યાના દીકરા હતાં. હું રાજકુમાર હતો. ત્યાં (અમે) ચાર જણાં હતાં, ત્યાંથી અહીં ભરતમાં આવ્યાં છીએ. હવે અહીંથી વાત એક કોર (રહી... અમારી વાત બહુ ઝીણી છે, એવી વાતો બહુ મોઢે કહેવી શોભે નહિ. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ. અહીંથી દેવ થવાના છીએ. બીજા ભવમાં તીર્થકરના પુત્ર તરીકેનો અવતાર છે. ત્રીજા ભવમાં સ્વર્ગ છે. ચોથા ભવમાં તીર્થકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છે. આ ભાઈએ પૂછયું, આ શેઠે પૂછયું એટલે જવાબ આપીએ છીએ.
મુમુક્ષુ : અમે તો આપના છોકરા કહેવાઈએ ! પૂજ્ય ગુરુદેવશ્રી : મારે તો બધાં મોટા શેઠ જ કહેવાય ને ! મુમુક્ષુ : ગુરુદેવ ! સભામાં પ્રથમ વખત આપે જાહેર કર્યું છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : આવી વાત ન કહેવાય. આ તો બેને આમાં લખ્યું