________________
[વચનામૃત-૨૧] ને ! કે બપોરે આ વાંચવું ! ત્યાં કાગળ આવ્યો હતો. સવારમાં સમયસાર અને બપોરે આ (વચનામૃત વાંચવા). આહા...હા...!
....પરિણામની સાથે કુદરત બંધાયેલી છે .' એટલે શું કીધું ? જેવાં એ પુણ્ય, પાપનાં અને ધર્મનાં પરિણામ કરે તેનાં પ્રમાણે તેનું ફળ જગતમાં આવે - એમ કુદરત બંધાયેલી છે.
મુમુક્ષુ : મહા સિદ્ધાંત છે ! ' પૂજ્ય ગુરુદેવશ્રી : એનું ફળ આવ્યાં વિના રહે જ નહિ. આહા..હા..હા..! માંસ, દારૂ ને મચ્છીને ખાય, પરસ્ત્રીને ભોગવે અને એ નરકમાં ન જાય (તો) જગતને શૂન્ય થવું પડે. એના પરિણામ તરીકે (જે) ગતિ છે એ ગતિ નહિ રહી શકે. એમ જેણે પુણ્યના પરિણામ કર્યા ને એને સ્વર્ગ ન મળે તો એ સ્વર્ગ જ ન રહી શકે. એમ જેણે ચૈતન્યનાં પરિણામ કર્યા હોય) ને (તેને) મુક્તિ ન મળે તો એ સિદ્ધ રહી શકે નહિ આહા..હા..! ઝીણું છે પણ પ્રભુ ! તારા ઘરનું છે ! તારા ઘરની વાત છે, પ્રભુ ! આહા..હા...! એવો જ વસ્તુનો સ્વભાવ છે.” કીધું ને ? શુભ અશુભને શુદ્ધ એ પરિણામનું ફળ આ જગત છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આહા..હા...! “આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે.” છે એમાં ?
બેન તો તીર્થંકર પાસે હતાં. મહાવિદેહમાં ભગવાન બિરાજે છે એની પાસે હતાં. ત્યાં અમારી સાથે હતાં.
(બેન) એમ કહે છે કે જો આ પરિણામનું ફળ આવું ન આવે આહા..હા.... તો અનંતા તીર્થકરોએ કરેલી વાત જૂઠી પડે ! આ વાત અનંતા તીર્થકરોએ કહેલી છે. કે જે પાપનાં પરિણામ કરે એને નરક, નિગોદ મળે, પુણ્યનાં પરિણામ કરે તો સ્વર્ગાદિ મળે અને પછી ભલે રખડે ચારગતિમાં ! અને ચેતનનાં પરિણામ કરે તો એને મુક્તિ મળે - અનંતા તીર્થકરોએ આ વાત કરેલ છે. છે ને એમાં પ્રભુ ? આ...હા..હા..! અરેરે...! દરકાર ક્યાં કરી છે ? એમાં વળી પૈસો જરી પ-૫૦ લાખ, કરોડ.બે કરોડ મળી જાય એટલે થઈ રહ્યું... હું પહોળો ને શેરી સાંકડી થઈ જાય ! ગૂંચાઈ જાય.... એમાં ગૂંચાઈ જાય.
અહીં કહે છે કે એના પરિણામનું ફળ જગતમાં ન આવે તો જગતને શૂન્ય થવું પડે. જગત જગતપણે રહી શકે નહિ. પુણ્ય-પાપના ફળ અને