________________
વિચનામૃત-૨૧] નરક, નિગોદ ન મળે તો જગત રહે નહિ. પુણ્ય કરે ને મનુષ્યપણું - સ્વર્ગ ન મળે તો જગત રહે નહિ. એમ આત્માની ભાવના કરે ને કેવળજ્ઞાન ન થાય તો તત્ત્વ રહે નહિ ને જગત રહે નહિ ! આહા..હા...! બાપુ ! માર્ગ તો કોઈ જુદાં છે પ્રભુ ! આહા..હા...!
આ તો આમંત્રણ હતું ને આવી પડ્યા છીએ ! બાકી સોનગઢથી બહાર...! મુમુક્ષુ : અમારા અહોભાગ્ય કે અમને સમજવા મળ્યું !!
પૂજ્ય ગુરુદેવશ્રી : બાપુ ! આ તો ‘વનની મારી કોયલ' જુદી પડે એમ કોયલ આવી ગઈ છે. આહા..હા... અહીંયા તો કહે છે પ્રભુ ! એકવાર સાંભળ ! જેને આત્માની ભાવના થાય તેનું ફળ સર્વજ્ઞપણું ન આવે તો જગતમાં પાપનું ફળ નરક, નિગોદ અને પુણ્યનું ફળ (મનુષ્ય) - સ્વર્ગ એ બધું નાશ થઈ જાય. સમજાય છે. કાંઈ ? આ શબ્દોની અંદર એવી ભાવના ભરી છે ! આહાહા...!
મુમુક્ષુ : ઘણો સારો અર્થ આવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રી : શું કીધું ? મુમુક્ષુ : ઘણો સારો અર્થ આવ્યો આજે ! પૂજ્ય ગુરુદેવશ્રી : વસ્તુ આવી છે, પ્રભુ ! આહા..હા..!
પાપના પરિણામ કરે અને એને નરક ને નિગોદ ન મળે તો તો એ વસ્તુ, નરક ને નિગોદ જ નહિ રહે. પુણ્યના પરિણામ કરે અને સ્વર્ગ ને મનુષ્યપણા ન મળે તો એ વસ્તુ જ ન રહે. એમ ચૈતન્યના પરિણામ કરે અને કેવળજ્ઞાન ન થાય તો એ વસ્તુ જ ન રહે. આહા..હા...! બોલ આવ્યો છે ઊંચો ! ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે એનો અર્થ આ (છે) હોં...! શું કીધું સમજાણું એમાં ?
જગત છે, પુણ્ય ને પાપના ફળરૂપે સ્વર્ગ - નરક છે અને આત્માની ભાવનાના ફળ રૂપે સિદ્ધપદ છે, તો એવી) જે વસ્તુ છે (એટલે કે, સિદ્ધપદ છે, નરક - નિગોદ છે, સ્વર્ગ, મનુષ્ય છે . એ ભાવના પ્રમાણમાં ન મળે તો તો એ વસ્તુઓ રહેતી નથી. એમ ચૈતન્યની ભાવના થઈ અને કેવળજ્ઞાન ન થાય તો સિદ્ધપદ રહેતું નથી. આહા..હા..! બીજ ઊગે ને પૂનમ ન થાય તો એ બીજ ઊગી જ નથી. આહા..હા..! એમ ભગવાન આત્મા ! (જેણે) ચૈતનનાં બીજડાં અંદર વાવ્યા ને ઊગે નહિ અને કેવળજ્ઞાન ન થાય તો