________________
૬૧
વચનામૃત રહસ્ય પ્રેમની રુચિમાં પડી ને ત્યાંને ત્યાં અથડાણો ! આહા..હા..હા...!
અહીં કહે છે (એ) જરી સૂક્ષ્મ વાત છે. બેન થોડું બોલી ગયા. એમાં દીકરીઓ બેઠી હશે. બેનની નીચે ૬૪ બાલ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી હોં...! ઘણાં લાખોપતિની દીકરીયું અને અંગ્રેજી ભણતર, આ ભણતર શું તમારું કહેવાય એ ? (ગ્રેજ્યુએટ) ગ્રેજ્યુએટ લો ! ભાષા તમારી ભૂલી જવાય છે ! આ ધર્મની ભાષા આવતાં આ લૌકિક ભાષા ભૂલી જવાય છે. એ ગ્રેજ્યુએટ... ગ્રેજ્યુએટ... થયેલી દીકરીયું છે ! એની પાસે આ બોલેલાં એમણે (આ) થોડું લખી લીધેલું, તે આ બહાર આવ્યું. નહિતર તો (બહાર) આવે નહિ. એ તો બહારથી મરી ગયેલાં છે. (ચાલતાં જુઓ તો જાણે) મડદું હાલે ! અંતર અતીન્દ્રિય આનંદ એટલો ઉભર્યો છે કે જેના રસ આગળ કોણ સામું જોવે છે ને કોણ પગે લાગે છે, એની દરકાર કાંઈ નથી ! એમાં રાત્રીમાં આ વચન નીકળી ગયાં છે !
પ્રભુ ! ચૈતન્યને (એટલે) આ આત્માને ચૈતન્યમાંથી (એટલે) આત્મામાંથી પરિણમેલી (ભાવના), પરિણમેલી કેમ કીધું ? કે એકલી કલ્પના - જાણપણાની ધારણા કરી અને રાખી એમ નહિ, પણ તે અંદર પરિણમ્યું છે. આત્મા જ્ઞાનાનંદ છે તે દશા થઈ. છે. જાણપણું.ધારણા રાખીને વાત કરી નથી. આહા...હા...!
“ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી....' શબ્દો થોડાં છે પણ ભાવ ઘણાં ઊંચા છે ! આહા..હા...! સમજાય છે કાંઈ ? ચૈતન્યને (એમ કહ્યું તો) ચૈતન્ય કહેવો કોને ? (કે) એ પરમ આનંદ ને પરમ જ્ઞાનની શક્તિનો પિંડલો, અતીન્દ્રિય આનંદ ને સચિદાનંદ પ્રભુ, દ્રવ્ય સ્વભાવ જે અનાદિ અનંત (છે) એ ચીજ ને તો આવરણ પણ નથી એવી ચીજ અંદર છે. એવી ચીજની દૃષ્ટિ થઈને ચૈતન્યને ચૈતન્યમાંથી (એટલે એમાંથી પરિણમેલી દશા. આહા....! એટલે કે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરવાની ભાવના. સમજાય છે કાંઈ? વાત તો અહીં બાપુ ! ભવના અભાવની છે પ્રભુ ! બાકી બધું ઘણું જોયું છે અહીં તો ! આ ચીજને અમે ૭૨ વર્ષથી તો જોઈએ છીએ.
ઘરની દુકાન હતી ત્યાં પણ હું તો શાસ્ત્ર જ વાંચતો. ઘરની મોટી દુકાન ચાલે છે, પાલેજમાં છે. પાંચ વર્ષ ત્યાં દુકાન ચલાવી પણ હું તો આ શાસ્ત્ર જ વાંચતો. પૂર્વનાં સંસ્કાર હતા ને ! ત્યારથી અંદરથી ઊગેલી