________________
४८
[વચનામૃત-૧૭]
ચિદાનંદ પ્રભુ, તેનું જ્ઞાન (કરી) અને રાગથી વિરક્ત થઈ, એનાં જ્ઞાન ને વૈરાગ્યના જળનું સિંચન કરી .મુક્તિસુખરૂપી અમૃત મેળવ.' આહા..હા..! આ અમૃતની વ્યાખ્યા કરી ! અમૃત શું (છે) ? (તો કહે છે) ‘મુક્તિસુખ રૂપી અમૃત....' મોક્ષરૂપી - સુખરૂપી અમૃતને મેળવે. વૈરાગ્યથી અને જ્ઞાનથી મુક્તિરૂપી સુખના અમૃતને મેળવે. રાગ અને દ્વેષથી દુર્ગતિનું દુઃખ મળશે. આહા..હા..! એ ૧૬ (પૂરો) થયો.
“જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ - સમાધાન રહેશે, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી શકાશે.’’ ૧૭.
સત્તરમો (બોલ). જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે,....' વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે ‘....તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે.' આહા...હા...! વૃક્ષનું મૂળ પકડવાથી એના બધાં પાંદડાં, ફળ-ફૂલ એને હાથ આવે છે. એમ આ આત્માનું જ્ઞાયકપણું પકડવાથી આહા..હા...! બધું હાથ આવશે. અમૃતનો સાગર અને અનંતા ગુણનો ભરેલો દરિયો એ જ્ઞાયકની દૃષ્ટિ કરતાં અનંતા ગુણો પર્યાયમાં પ્રગટ થશે અને એ પર્યાયમાં અનંત આનંદ પણ સાથે આવશે અને દરેક આનંદમાં પ્રભુતા પણ ભરેલી (હશે). દરેક ગુણની પર્યાય પ્રગટ થતાં તેમાં પ્રભુતા પણ સાથે પ્રગટ થશે. આહા..હા...! રાગ કરતાં રાંકાઈ પ્રગટ થશે. આવાં ટૂંકા સૂત્રો....! આહા...! વાત તો આકરી છે બાપા ! અંતર માર્ગ કોઈ એવો અલૌકિક છે કે અત્યારે તો સાંભળવો મુશ્કેલ થઈ પડ્યો છે. (આવું) સાંભળતા એને એમ લાગે કે