________________
૪૯
વચનામૃત રહસ્ય આ શું પણ આવી વાતું છે ? આહા..હા...!
અહીં કહે છે કે જે વૃક્ષનું મૂળ પકડ્યું એને) બધું હાથ આવે. (એમ) ....જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે.' પરને નહિ, રાગને નહિ, પર્યાયને નહિ, જ્ઞાયકભાવ ત્રિકાળ દ્રવ્ય ! ત્રિકાળી દ્રવ્ય પકડતાં બધું હાથ આવશે. એમાં બધું ભર્યું છે. આહા...હા...! ભાષા તો બહુ ટૂંકી છે પણ. ભાવ અંદરમાં ઊંડા ભર્યા છે.
અનુભવથી વાણી આવી છે. આનંદના વેદનમાંથી આ વાણી આવી છે. બેન અનુભવી છે (અને આ અનુભવની વાણી છે. આ ધારેલી વાણી ને સાંભળેલી વાણી નથી. આહા..હા...! એ વાણી સમજવી, સાંભળવી એ મહાભાગ્ય (હોય) તો મળે તેવું છે. સાક્ષાત્ ત્રિલોકના નાથની પાસે હતાં. ભૂલ થઈને ત્યાંથી અહીં આવી ગયા. પણ એ એ ભૂલ પછી નીકળી ગઈ. પછી આ અમૃત અંદરથી હાથ આવ્યું ત્યારે આ વાણી નીકળી ગઈ.
(અહીં કહે છે) “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. લ્યો...! ઘણાં તો એમ કહે છે કે અમે પાપમાં પડ્યા છીએ એ કરતાં પુણ્યમાં તો લાવો ! પણ પુણ્ય પણ અનંતવાર કર્યા છે ને પાપ પણ અનંતવાર કર્યા છે. (પણ) ભવ ભ્રમણનો નાશ ક્યાં છે એમાં ? જેમાં ભવ ભ્રમણનો નાશ નથી તો નરક ને નિગોદ થશે. કદાચિત બે-ચાર કલાક કોઈ શુભભાવ કર્યા હોય ને કોઈ પુણ્ય થયું હોય તો સ્વર્ગ આદિમાં જાય ત્યાંથી પાછો તિર્યંચમાં - ઢીરમાં જાશે ને ત્યાંથી મરીને નરકમાં જાશે ને ચારગતિ(માં) રખડશે. જેણે ભવનો નાશ કર્યો નથી એના ભવના પરિભ્રમણનો આરો - ક્યાંય અંત નહિ આવે. આહા..હા...!
અહીં તો (કહે છે) જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે.” ણમો અરિહંતાણં ણમો સિદ્ધાણં, એવું પાંચ નવકારના સ્મરણ કરવાથી કે પ્રતિમા આદિની પૂજા કરવાથી, ભગવાનનાં દર્શન કરવાથી જે શુભભાવ થાય તે “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે.”
મુમુક્ષુ : એ કરતાં કરતાં આવશે. પૂજ્ય ગુરુદેવશ્રી : રાગ-ઝેર કરતાં કરતાં, લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે. એમ છે ? લસણ ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે !
ન =જામ