________________
૫૬
[વચનામૃત-૧૯]
કેમ બેસે ? વિષકુંભ આવે છે ને ? સમયસાર મોક્ષ અધિકાર ! વિષકુંભ
છે. એ અહીં કહે છે.
=
મુમુક્ષુ : એ તો મુનિને લાગુ પડે ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો અજ્ઞાનીને લાગુ પડે એની વાત છે. અજ્ઞાની રાગને ઝેર માને નહિ ને મીઠાશ માને તો મિથ્યાદૃષ્ટિ છે. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે,..... અજ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે અમૃત છે. રાગ તે સર્વસ્વ છે. એણે રાગ સિવાયની અંદર ચીજ છે એ તો જોઈ નથી અને જોવાનો પ્રયત્ન કર્યો નથી. આહા..હા..! એ કહ્યું ને પહેલાં ? મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.’આત્માના જ્ઞાન વિના અંશે પણ આનંદનો સ્વાદ એને આવ્યો નહિ.
એ અહીં કહે છે ધર્મીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, ‘....કાળો સર્પ છે.' કાળો નાગ છે ! આહા..હા...! હવે અહીંયા તો (અજ્ઞાની લોકો) શુભ ભાવમાં ધર્મ મનાવે છે ! શુભભાવ આવે, અશુભ ટાળવા - અશુભથી બચવા શુભ(ભાવ) આવે, જ્ઞાનીને પણ આવે; ભક્તિનો, વંદનાનો, પૂજાનો ભાવ આવે, પણ છે તે ઝેર ! આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ છે (માટે) એને ઝેર કહેવામાં આવે છે. ઝેરથી વિરુદ્ધ આત્માનું સ્વરૂપ (છે) તેને અમૃત કહેવામાં આવે છે. આહા..હા..હાં...! આકરું પડે ગતને..!
જ્ઞાનીને અભિપ્રાયમાં.....' અભિપ્રાયમાં એટલે શું ? શ્રદ્ધામાં - પ્રતીતિમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે. આહા..હા..હા..! ‘હજી આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે,....' આત્માનું જ્ઞાન થયું, સમકિત થયું છતાં હજી આસક્તિ હોય છે, રાગ હોય છે. (પૂર્ણ) વીતરાગ થાય નહિ ત્યાં સુધી તેને રાગ આવે. પણ એ રાગને ઝેર તરીકે જાણે છે. (સ્વરૂપમાંથી) બહાર થોડા આવે, આત્માના સ્વરૂપમાંથી નીકળીને ધર્મીને પણ જરી રાગ આવે તો ખરો. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે. પણ એ રાગ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે. કાળો સર્પ એટલે કાળો નાગ જેમ ઝેરીલો (હોય એવો લાગે). આહા..હા...હા...!
હમણાં ત્યાં સોનગઢ ઈસ્પીતાલમાં (એક પ્રસંગ બની ગયો). ઈસ્પીતાલ છે ને ? ક્ષય, ક્ષયની ! એમાં એક મોટો દાક્તર હતો, લ્યો ઠીક ! એ