________________
વચનામૃત રહસ્ય
૨૭
:
“પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે . ધન રળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય. અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે.” ૯
•
નવમો બોલ. પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય....' બેનના શબ્દો બહુ ટૂંકા છે. અંતરમાં પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય (એટલે) કળા સૂઝી જાય, જ્ઞાનમાં તેનું ભાન સૂઝી જાય ...તો માર્ગની મૂંઝવણ ટળી જાય.’ મૂંઝાવા જેવું નથી. કે આવું આકરું છે માટે નહિ મળે એ મૂંઝવણ કરવા જેવું નથી. એ સહજ સહજાનંદમૂર્તિ પ્રભુ ! જેને પરની અપેક્ષા છે નહિ એવી ચીજ અંદર પડી છે, જાગતી જ્યોત પડી છે એના પુરુષાર્થની કળ સૂઝવી જોઈએ, એમ કહે છે. આ..હા...હા...હા..! એ તરફની કળા સૂઝવી જોઈએ. પર તરફની કળામાં જે હુશિયારી વાપરે છે એમ આત્મામાં કળાની હુશિયારી વાપરે તો એ પ્રાપ્ત થાય એવું છે. આહા..હા..! છે ? '
* ‘પછી કળે કમાય...” અંદર કળ પ્રગટે (કે) આનંદ સ્વરૂપ છું. 'પુણ્ય ને પાપના વિકલ્પમાં દુઃખ છે, એ દુઃખથી અંદર આનંદ સ્વરૂપ ભિન્ન છે. શુભભાવ હો કે અશુભ (ભાવ) તો બન્ને દુઃખ છે. બન્ને આકુળતા છે. એનાથી રહિત જ્ઞાન ને આનંદની કળા જો સૂઝે (તો) અંદરમાં જાય (અને) તો એ પુરુષાર્પ કર્યા વિના રહે નહિ.
ધન રળે ને ઢગલા થાય . એમ નથી કહેતા ? દુનિયા નથી કહેત? કે “ધન રળે ને ઢગલા થાય.” પછી બુદ્ધિની કંઈ જરૂર નહિ. પૈસા-પોચે કરોડ કે દસ કરોડ થયા પછી કરોડ રૂપિયા વધતાં જ જાય. એ ધન રળે ને ઢગલા થાય' એમ આપણે ગુજરાતીમાં કહેવાય છે.