________________
વચનામૃત રહસ્ય
૨૯ પહોરી એટલે ? સોળ આના. એટલે રૂપિયો. એટલે પૂરેપૂરી. એ કદ નાનું, રંગે કાળી છતાં તીખાશ પૂરી ભરી છે. બહારમાં કાળો રંગ છે) પણ અંદરમાં લીલો રંગ છે. લીલો રંગ અને તીખાશ પૂરી સોળ આના ભરી છે. કદ આટલી નાની છતાં !
આ ભગવાન આત્મા તો શરીર પ્રમાણે છે. એટલું કદ હોવા છતાં અંદરમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વીતરાગતા, અનંત પ્રભુતાના ઢગલા પડ્યાં છે. આ...હા...હા...હા...! મુખ્ય - મૂળ આત્માને મૂકીને ઘણી વાતું ચાલે છે. એટલે આત્મા શું છે ? એનું એને માહાત્મ આવતું નથી. આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો........ (ચાલે છે). પણ અહીં તો જાણવું - દેખવું એ આત્માનું સ્વરૂપ છે . એવી જે કળા અંદર જાગી તો કોઈ વખતે તો અંતરમાં ઉતરતાં આનંદની ધારા એકદમ વહે ! અને કોઈ વખતે આનંદની ધારા જેવી છે એટલી પણ રહે. આહા..હા..હા...! * આ બેનના વચનો !! બેન ભગવાન પાસે હતાં. સીમંધરપ્રભુ બિરાજે છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન બિરાજે છે. અત્યારે છે. અબજો વર્ષ થઈ ગયાં અને હજી અબજો વર્ષ રહેવાના છે. (અહીંયા ભરતક્ષેત્રનાં) વસમાં મુનિસુવ્રત (ભગવાનનાં વખતમાં તેમણે દીક્ષા લીધી છે અને અહીં આવતાં (આવતી ચોવીશીનાં) તેરમા તીર્થંકર થશે ત્યારે મોક્ષ જશે. એટલા અબજો વર્ષ સુધી ત્યાં મહાવિદેહમાં કેવળજ્ઞાનમાં અત્યારે પ્રભુ બિરાજે છે. બેન) ત્યાં હતાં. ત્યાં જરી ભૂલ થઈ ગઈ, માયા ને કપટ છેલ્લે (થઈ ગયા, તેથી અહીંયા સ્ત્રી થઈ ગયાં છે. પણ પછી અંતરમાં ઘણી જ નાની ઉંમરમાં અંતરનાં ઉમળકા આવતાં અંદર અનુભવ આવ્યો છે. (સંવત) ૧૯૮૯ની સાલમાં (અનુભવ થયો છે). આહા..હા...હા...! કેટલાં વર્ષ થયાં ? ૪૭ (વર્ષ થયાં). એ ધારા વહે છે...! જ્યારથી થઈ છે તે ધારા (ત્યારથી તેમને અપ્રતિકત વહે છે !! એ (ધારામાં) આ શબ્દો નીકળી ગયાં છે. આહા...! છે ? ક્યારેક તો ઢગલા થાય. આહા..હા...! એ નવ તમો બોલ પૂરો થયો).
-
-
-
-
-
-
-