________________
૩૨
[વચનામૃત-૧૦] પરમ સત્ય છે. એ સત્યને સાંભળવાનું મળવું પણ મહાદુર્લભ છે ! ભાગ્ય હોય તો મળે એવું છે બાપા ! આહા..હા...!
આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા ? અમને અહીં ગોઠતું નથી. આહા..હા..! અંદર શુભનો ભાવ આવે, ધર્મીને પણ આવે, ભક્તિનો, દયાનો, દાનનો (ભાવ આવે, પણ અમને એમાં ગોઠતું નથી. આહા..હા...! છે ? “અહીં અમારું કોઈ નથી.” એ પુણ્યના પરિણામમાં અમારું કોઈ નથી. “જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ,...” જ્ઞાન, શ્રદ્ધા એટલે સમકિત, આનંદ, ...વર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે......... આ..હા..હા...! જ્યાં અંતરમાં જ્ઞાન, દર્શન ને આનંદ (વસે છે) એ અમારો પરિવાર છે. પુણ્ય-પાપ પરિવાર એ આત્માનો પરિવાર નહિ. આહા..હા...! ઝીણી વાત છે. ભગવાન ! આહા..હા...!
“તે અમારો સ્વદેશ છે.” શ્રીમદે કહ્યું ને કે, (અમે) સ્વદેશમાં જાશું, તો આ સ્વદેશ છે. આહા..હા...! શુભ કે અશુભભાવ આવે, ધર્મીને પણ હોય (છે) પણ ત્યાં એને રુચે નહિ, ગોઠે નહિ. ગોઠે અને રૂચે છે એ આત્મા અંદરમાં રૂચે ને ગોઠે છે. આહા...હા...! એને અહીંયા સમકિતી અને ધર્મની દશાવંત કહેવામાં આવે છે. આહા...! “તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ. આહ..હા.......!
પુસ્તક તો બહાર આવી ગયું છે. વાંચ્યું છે ? આખું વાંચ્યું ? બહાર તો ઘણાં વખતથી આવી ગયું છે). આહા..હા...!
(અહીં કહે છે). તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ. અમારે ત્વરાથી ... આ..હા..હા...! અમારે હવે ત્વરાથી (એટલે) શીધ્રપણે ...અમારા મૂળ વતનમાં જઈને... મૂળ વતન (કહ્યું) ! એ આનંદ ને જ્ઞાનનો ધણી (છે) એ મૂળ વતન (છે). આ..હા..હા...! એ પુણ્ય ને પાપના ભાવ એ મારું મૂળ વતન નહિ. આ...હા...હા...! આ મહાજનનો દેશ છોડીને અહીં આફ્રિકામાં આવી ગયા, આ વતન તમારું નહિ !
અહીં કહે છે કે જે અમારો દેશ છે ત્યાં અમે હવે જવા માગીએ છીએ. પરદેશમાં હવે રહેવા માંગતા નથી. આહા..હા...! “અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને... મૂળ વતન (આ) આત્મા ! આહા...હા...! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન એ આત્માનું મૂળ વતન છે. શરીર, વાણી, મન,