________________
વચનામૃત રહસ્ય
૩૫
દેખે છે). ગમે તે જીવ ભલે પોતાને (ગમે તેવા) માનતા હોય, લોકો ભલે પોતાને ગમે તે માને. ....પણ જેને ચૈતન્ય આત્મા ઊઘડ્યો છે....' આ...હા...હા...! જેને ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું છે ઊઘડ્યો છે' એટલે એ. અંતરમાં આનંદનો સ્વાદ આવે છે એ સ્વાદ છે તે આત્મા છે. તો એ રીતે બધાના આત્મા એવાં દેખે છે. આહા..હા..હા...! આવો સમ્યક્દષ્ટિનો વિષય છે. સમ્યગ્દર્શન કોઈ સાધારણ ચીજ નથી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ જૂઠાં, ચારિત્ર પણ જૂઠાં, વ્રત ને તપ ને ભક્તિ બધાં એકડા વિનાનાં મીંડા છે. આહા...હા...!
અહીંયા એ કહે છે ....જેને ચૈતન્ય આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.' દ્રવ્ય તરીકે હોં...! આહા..હા...! એ ભગવાન આત્મા છે, ચૈતન્યસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એ ભલે પરમાં આનંદ માને. પણ વસ્તુ એની આનંદ (સ્વરૂપ) મટીને કાંઈ પરમાં દુઃખરૂપ થઈ નથી. જેની પર્યાયષ્ટિ ગઈ છે અને આત્મદૃષ્ટિ થઈ છે એ બીજાને પર્યાયદષ્ટિ ન જોતાં તેની દ્રવ્યદૃષ્ટિ દ્રવ્ય શુદ્ધ છે તેને પોતે ચૈતન્ય જોવે છે. તે આત્મા છે. પુણ્ય-પાપ એ આત્મ તત્ત્વ નથી. (કેમકે) નવ તત્ત્વમાં પુણ્ય - પાપ ભિન્ન તત્ત્વ છે. નવ તત્ત્વ છે કે નહિ ? જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ. તો આત્મ તત્ત્વથી પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. તો જેણે ભિન્ન તત્ત્વને ભાળ્યું એ બીજાને પણ ભિન્ન તત્ત્વથી જોવે છે. આહા...હા...હા...! આવી ઝીણી વાતું !
કોઈ દિ' સાંભળવા મળ્યું ન હોય. દુનિયાની વેઠ આગળ (નવરાશ ન મળે.) આખો દિ' બધી વેઠુ - મજૂરી કરે. મોટી મજૂરી ! સવારથી સાંજ ! આ કરું ને આ કરું ને આ કરું...! આખો દિ' કષાયની બધી મજૂરી (કરે)
છે ! આહા...!
-
-
-
.....જેને ચૈતન્ય - આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.’ આહા..હા..હા...! એ દસ બોલ થયાં. અગિયારમો બોલ જરી ઝીણો છે એટલે નહિ સમજાય. જગતને અપવાદ (માર્ગ) ને ઉત્સર્ગમાર્ગ સમજવું કઠણ પડશે. એ પ્રવચનસારનો અધિકાર છે.