________________
વચનામૃત રહસ્ય
૩૧
ધંધો હતો. લાખો રૂપિયાના મોટા ધંધા (હતા). તે દિ' હોં ! તે વખતમાં ! આ તો ૫૦ની સાલની વાત છે. એ વખતે એણે કહેલું આહા..હા....! ‘અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે.’કંઈક રાગ ભાવ રહી જાય છે, હજી રાગ છૂટતો નથી, તેથી અમને એમ લાગે છે કે અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.' એકાદ દેહ મનુષ્યનો ધારણ કરીને સ્વદેશમાં પરમાત્મા થવાના છીએ. આહા..હા...હા...! ગૃહસ્થાશ્રમમાં હતાં, સમકિતી હતાં, સ્ત્રી હતી, દીકરા-દીકરી હતાં, લાખોના ધંધા (હતા), મુંબઈમાં ઝવેરાતનો ધંધો હતો. પણ નાળિયેરમાં જેમ ગોટો છૂટો રહે, નાળિયે૨માં ગડગડિયું નાળિયેર (હોય) એમ છૂટો ગોટો રહે. એમ સમકિતીનો આત્મા શરીરમાં રાગથી છૂટો ગોટો રહે છે. આ...હા..હા..હા...! ભગવાન ! તારી ચીજની) અંદર બલિહારી છે ! અંદર અલૌકિક વાત છે !! કહે છે કે, અમને તો થોડો રાગ દેખાય છે (એટલે) એવું લાગે છે કે એકાદ દેહ ધારણ કરવો પડશે અને દેહ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. અમારા સ્વરૂપના સ્વદેશમાં અમે જશું.
બેનમાં એ લખાણ છે. ક્યાંક (આવે) છે ને ? અંદર ક્યાંક છે. ચે ઠેકાણે (છે) ? કેટલામો છે ? ક્યાંક છે ખરા. ૧૫૨ પાનું - ૪૦૧ બોલ. બરાબર...બરાબર. શું કહે છે ? ‘જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે.' છે ? ધર્મી જીવનું વલણ, અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાનમાં પુરુષાર્થનું વલણ વળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.’ ધર્મી અંદ૨માં પૂર્ણ સ્થિર થવા તલસે છે. ‘આ વિભાવભાવ અમારો દેશ નથી.' શું કહે છે ? જેમ શ્રીમદે કહ્યું ને ? કે દેહ એક ધારીને જાશું (સ્વરૂપ) સ્વદેશ’ - સ્વદેશ એટલે આત્મા. અને પુણ્ય ને પાપ એ પરદેશ છે, પરદેશ છે...! આહા..હા..! જુઓ ! (શું કહ્યું) ? આ વિભાવભાવ અમારો દેશ નથી.' આ...હા..હા...હા..! પુણ્ય ને પાપ એવો જે વિકલ્પ ઊઠે છે પ્રભુ ! એ આત્માનો સ્વદેશ નહિ. અરે...! આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા ?’ છે અંદર ? આહા...હા...! શુભરાગમાં પણ આવતાં (એમ થાય છે કે) અરે...! અમે ૫૨દેશમાં ક્યાં આવી ચડ્યા ? શુભમાં (આમ થાય છે) હોં...! દયા, દાન, ભક્તિના રાગમાં આવતાં પણ અરે..! અમે ક્યાં અમારા દેશને છોડીને આવી ગયા ? આ..હા..હા...! આવી વાત છે. પ્રભુ ! ઝીણી તો છે પણ
-