________________
[વચનામૃત-૯] (જેમ) અહીંયા ધન રળે તો ઢગલા થાય છે...તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ. આહા...હા...હા..! ઝીણી વાત ઘણી પણ ઊંચી છે, ભાઈ ! એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન વીતરાગમૂર્તિ છે. વીતરાગ સ્વરૂપે પ્રગટ થાય છે એ કંઈ બહારથી આવતું નથી. અંતરમાં છે તે બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતે અંદર વીતરાગમૂર્તિ ચૈતન્યપ્રભુ છે, આહા...હાં...હા...! પોતે પરમેશ્વરની નાતની જાતનો છે. કેમ બેસે...? બે બીડી સરખી પીએ તો ભાઈસા'બને પાયખાને દસ્ત ઉતરે ! આવા જેના અપલખણ એને આવો આત્મા કહેવો !! સિગારેટ પીએ છે ને ? દિશામાં બેઠો હોય જંગલમાં તો પણ એના હાથમાં બીડી હોય ! તો જંગલ ઉતરે સરખું !! આટલા તો અપલખણ !! એને આ કહેવું કે આવો આત્મા અંદર છે.
અતીન્દ્રિય આનંદનો નાથ, સાગર ભરેલો છે, પ્રભુ ! “તારી નજરને આળસે રે....” એમ ત્યાં કહેવાય છે . ‘નજરને આળસે રે, મેં નીરખ્યા ન નયણે હેરિ મારી નજરને આળસે રે, મેં નીરખ્યા ન નજરે હરિ હરિ એ કોણ ? આત્મા. હરિ કેમ કહ્યું ? કે અજ્ઞાન અને રાગ-દ્વેષને હરે તે હરિ. મિથ્યાભ્રાંતિ, અજ્ઞાન અને રાગ-દ્વેષનો નાશ કરે તે હરિ. એ પોતે હરિ છે. આહા..હા..હા...! સમજાય છે કાંઈ ? એ નજરને આળસે રે, નીરખ્યા ન નયણે હરિ કર્મનું જોર (છે) ને ફલાણાને કારણે અટક્યો, એમ નહિ એની નજરની આળસને લઈને અંદરમાં જતો નથી.
એ નજરની આળસ ટળતાં, કળા સૂઝતાં ....આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય... આહા...હા...હા...! એટલે શું કહે છે ? અંદર રાગથી રહિત ચૈતન્ય સ્વરૂપનો પુરુષાર્થ જાગ્યો અને જો એમાં અંતરમાં ગયો તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઢગલો થઈ જાય. પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું આખું વેદન આવી જાય અને કોઈ વાર એમને એમ રહે (એટલે) જેટલું વેદન છે એટલું રહે. છે?
...અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. કોઈ વખતે ઢગલા થાય અને કોઈ વખતે જેમ છે તેમ તેટલું પણ રહે, આગળ પુરુષાર્થ વધ્યો ન હોય તો. અરે...! આવી વાતું હવે...! તત્ત્વ આખું અંદર પડ્યું છે. દાખલો આપ્યો નહોતો ? લીંડી પીપર - આ છોટીપીપર. કદ નાની, રંગે કાળી, ગુણે ચોસઠ પહોરી તીખાશ હોય છે). ગુણ ચોસઠ પહોરી (છે). ચોસઠ