________________
રૂપિયાનો માલ તો ત્રણ રૂપિયા
વિચનામૃત-૭] તેનો પુરુષાર્થ એટલે વીર્ય અંતર સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહિ. પર તરફથી ખસી જાય અને સ્વ તરફમાં વસી જાય. આહા...હા...હા...! પુરુષાર્થ પર તરફથી ખસી જાય અને સ્વ તરફમાં વળી જાય.
“..રુચિથી માંડી..' (અર્થાતુ) આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનની રુચિ. રુચિ એટલે પોષાણ. વાણિયાને જેમાં પોષાણ હોય એ માલ લેવા જાય. ત્રણ રૂપિયાનું નંગ હોય ને અહીંયા (તે) વેચાતાં સાડા ત્રણ ને ચાર (રૂપિયા) મળે તો એ માલ પોષાય. પણ ત્રણ રૂપિયાનો માલ લાવે ને અહીંયા ત્રણ (રૂપિયે) ખપે કે અઢી (રૂપિયે) ખપે, એ માલ લાવે ? એ માલ એને પોષાય ? ત્રણ રૂપિયાનો માલ લાવે, ત્રણ રૂપિયા તો સાધારણ (કહેવાય). આ તો પહેલાની વાત છે. અત્યારે તો ત્રણ રૂપિયા જેવું કાંઈ ગણાતું જ નથી). પહેલા તો બાર આનાની મણ જુવાર હતી. અઢી રૂપિયે સાકર હતી. સાડા ત્રણ રૂપિયે ઊંચામાં ઊંચી સાકર મળતી. સાડા ત્રણ રૂપિયે મણ !
મારી દીક્ષા વખતે એક ગાડું સાકર મંગાવી હતી - ૨૫ મણ ! સાડા ત્રણ રૂપિયાની મણ ! પણ પતરી બહુ ઊંચી. અમારા મોટા ભાઈએ ઘરે દીક્ષા આપી, તે દિ ઘરે આપી હતી. એને ૬૭ વર્ષ થઈ ગયાં. દીક્ષાં દેતાં એ વખતે - તે દિ' બે હજાર રૂપિયા ખર્યા હતાં. એ સાકર સાડા ત્રણની મણ, પણ કેવી ? કે અંદર પતરી જેવી ! એ સાકરની પણ જ્યારે આટલી કિંમત છે, અત્યારે તો હવે બહુ વધી ગઈ, એટલે તો હવે કિલો મળે ! અત્યારે તો સાડા ત્રણ રૂપિયે પણ કિલો મળતી નથી. હવે પાંચ રૂપિયે કિલો મળે છે). એની કિંમત વધી છે એમ (એની) કિંમત જાણે છે તો કિંમત દઈને વસ્તુ લે છે. તો આત્માની કિંમત ?
આ...હા...હા...! જેના સ્વભાવના સાગરની મહિમાનો - માહાસ્યનો પાર નથી એની શી કિંમત કરવી ? એની શી કિંમત ? અંતરમાં પુરુષાર્થનું વલણ થાય અને સમયે સમયે પર્યાય અંતર આત્મા (તરફ) વળે એને આત્મા પ્રાપ્ત થયા વિના રહે નહિ. એને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. (એ) સાત બોલ થયાં. આઠમો વાંચી લેવા જેવો છે.