________________
૨૪
[વચનામૃત-૭] તો એક મકાન (પરમાગમ મંદિર) હમણાં બનાવ્યું ! ૨૬ લાખનું !! મેં કોઈને કહ્યું નથી કે બનાવો ને તમે અહીંયા પૈસા દો ને અહીં વાપરો ! અહીં તો એક ઉપદેશ કરીએ, બસ એટલું ! આ વાત - આ શબ્દ જ્યાં કાને પડ્યાં - જ્યાં લક્ષમાં આવ્યાં (ત્યારે) કહ્યું, “ભાઈ ! આ પુસ્તક અપૂર્વ છે અને લાખ છપાવો !' ૬૦ હજાર તો છપાઈ ગયાં છે અને હજી ઘણાં છપાવવાની તૈયારી છે.
આવી ભૂમિકા હોય એને આત્માનો આનંદ સ્વભાવ - અનુભવ(માં) પ્રાપ્ત થયા વિના રહે નહિ. એ વિના એકલા ક્રિયાકાંડ કે એકલા જાણપણાની ખૂબ ધારણા કરે, એથી આત્માના આનંદનો સ્વાદ આવી જાય, એમ છે નહિ. ઝીણી વાત છે, પ્રભુ ! એ છઠ્ઠો બોલ થયો.
:
૭૦-૦૦
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે.” ૭.
સાતમો બોલ). જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે... દુનિયા તો એમ કહે છે ને ? પૈસા વિના શાક મળે નહિ, પૈસા વિના દૂધ મળે નહિ, પૈસા વિના મકાન મળે નહિ, પૈસા વિના ભાડે રહેવાનું મળે નહિ. એમ પૈસા વિના ચાલે નહિ, એમ દુનિયા વાત કરે છે. આ તો દૃષ્ટાંત છે. ' ' તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. આહા..હા...હા...! એની સમય-સમયની જે પર્યાય છે તેમાં આત્મા તરફનો પુરુષાર્થ સમયે સમયે જોઈએ. ત્યારે તે પ્રાપ્ત થાય એવી ચીજ છે.