________________
વચનામૃત રહસ્ય
૨૩
(એ) અનુભવથી આ વાણી આવી છે. જગતને ઝીણી પડે, બહારના પ્રવાહના બધાં દોર (ચાલે) છે એ કરતાં જુદી જાત લાગે એથી એને આકરી લાગે. તદ્દન અનભ્યાસવાળાને તો આકરી લાગે. પણ પ્રભુ આ કરે છૂટકો છે. નહિ તો જન્મ-મરણનો અંત-આરો નહિ આવે.
એ અહીં કહે છે. ....એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે,....' આહા...હા...! ભગવાન અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રાપ્ત થયા વિના એને ચેન ન પડે, ‘....સુખ ન લાગે...' એને એના વિના આત્મા વિના ક્યાંય સુખ ન લાગે, કોઈપણ ચીજમાં સુખ લાગે નહિ. ‘....લીધે જ છૂટકો.’અંતરમાં આત્માના સુખનો સ્વભાવ પ્રાપ્ત કરે જ છૂટકો.
યથાર્થ ભૂમિકામાં આવું હોય છે.' સમ્યગ્દર્શન પામવા પહેલાં આવી યથાર્થ ભૂમિકા હોય છે (એમ કહે છે). આ...હા..હા..હા...! ધર્મ - સમ્યગ્દર્શન તો ધર્મનું પહેલું પગથિયું છે. પહેલી પહેલી સપાણ છે. એના પહેલાં આ સ્થિતિ (આ) ભૂમિકા અંદરમાં આવવી જોઈએ. આહા...હા..હા...! યથાર્થ ભૂમિકામાં આવું હોય છે.' એ ભૂમિકા આવે ત્યારે તે આત્માને અંતરની અનુભવ દશા પ્રાપ્ત થાય છે. ત્યારે તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન વેદનમાં આવે છે. જે ધારણામાં હતું કે આ આત્મા આવો છે. ને તેવો છે' - એ ધારણામાં વાત હતી એ છૂટીને વેદનમાં આવી જાય છે. આહા. હા..! બહુ ઝીણું પડે.
એમની (સાથે) તો ફક્ત દીકરીયું બેઠી હતી, એમાં રાતે ‘થોડું બોલ્યાં હશે તે એને કાંઈ ખબર નથી કે કોઈ લખી લે છે. બેનુ-દીકરીયું એ લખી લીધું. લખી લીધું તે બહાર આવ્યું. નહિ તો સોનગઢ તરફથી તો બાવીસ લાખ પુસ્તક બહાર પડ્યાં છે. આઠ લાખ પુસ્તક જયપુર તરફથી બહાર પડ્યાં છે. (એમ) ત્રીસ લાખ પુસ્તક (બહાર) પડ્યાં છે. પણ મેં કોઈને કહ્યું નથી કે આ પુસ્તક બનાવો. આપણે એ સબંધમાં ક્યાંય પંડતા જ નથી. એક વ્યાખ્યાન સિવાય (કાંઈ કરતાં નથી). દુનિયા દુનિયાનું કરે ને એ જાણે. પણ આ જ્યાં હાથમાં આવ્યું - બેનની વાણી જ્યાં હાથમાં આવી ત્યારે મેં કહ્યું, ભાઈ ! આ લાખ પુસ્તકો છપાવો !! ત્રીસ લાખ (પુસ્તકો) “છપાણાં એમાં મેં કોઈ દિ' કહ્યું નથી હોં ! કે આ કરો ! આ મકાન (મંદિરો) આટલા કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં (સોનગઢમાં) બનાવ્યાં છે. ૨૬ લાખનું