________________
“સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય, “સ્વભાવ” શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય. રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. ૬
પ્રવચન-૨, વચનામૃત-૬ થી ૧૨
બેનનાં વચનામૃતો. ચાર બોલ ચાલ્યા છે. પાંચમો વાંચી લેવો. (હવે, છઠ્ઠો બોલ. છથી લઈએ છીએ. છઠ્ઠો બોલ - આ વચનામૃતનો છઠ્ઠો બોલ. ઝીણી વાત છે ભાઈ ! અપૂર્વ વાત છે ! અનંત કાળમાં અંદર ચૈતન્ય આત્મા સ્વભાવ શું છે એની એને મહિમા - માહાસ્ય આવ્યું નથી. (શાસ્ત્રનાં) જાણપણા પણ અનંતવાર કર્યો, ક્રિયા-કાંડ પણ અનંતવાર કર્યા, પંચ મહાવ્રત આદિના પરિણામ પણ અનંતવાર ધારણ કર્યા પણ વસ્તુસ્વરૂપના સ્વભાવને પ્રતીતમાં અને અનુભવમાં ન લીધો. (અનુભવ ન થાય) ત્યાં સુધી એને જન્મ-મરણનાં અંત આવે નહિ. સમ્યગ્દર્શન વિના જન્મ-મરણનાં અંત ન આવે. ત્યારે એ સમ્યગ્દર્શન) કેમ થાય ? (એ કહે છે).
સ્વભાવની વાત સાંભળતાં... આત્મા(નો) સ્વ-ભાવ. આત્મ વસ્તુ એ સ્વભાવવાન (છે). એનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે). એ જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ છે એ વાત સાંભળતાં ....સોંસરવટ કાળજે ઘા પડી જાય.” આહા....! અંદરમાં ઘા વાગે કે અંદર આત્મા આનંદસ્વરૂપ છે. રાગથી રહિત છે, વિકલ્પથી રહિત છે. અહીં (તો) વસ્તુધર્મની વાત છે, ભાઈ ! અહીંયા