________________
વચનામૃત રહસ્ય
૨૫ પહેલું એનું જ્ઞાન તો કરે. એનું જ્ઞાન તો કરે કે માર્ગ આ છે ! એ સિવાય બીજો માર્ગ - રસ્તો છે નહિ. એ જ્ઞાન કરે તો એના ખ્યાલમાં આવે તો પછી અંદર પ્રયોગ કરે. પણ હજી સાચી સમજણના ઠેકાણા ન મળે એ ક્યાં પ્રયોગ કરે ? ને કોની તરફ એની દિશા વળે ?
અહીં કહે છે “જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે.' આહા..હા...! અંતરમાં પુરુષાર્થની જાગૃતિ જોઈએ. જગતમાં કેમ હોંશ આવી જાય છે. પાંચ-પચીસ કરોડની મૂડી હોય, છોકરાના લગ્ન હોય પચાસ લાખ - કરોડ ખર્ચવા હોય તો હોંશનો પાર ન હોય), હરખનો પાર ન હોય. એને એમ હોય કે અમે શું કરીએ છીએ ! છે એકલું પાપ ! એ કહે છે કે ડગલે ને પગલે જ્યારે તને એમાં પૈસા વિના ચાલતું નથી એમ અહીંયા અંદરમાં ડગલે ને પગલે પુરુષાર્થ વિના ચાલતું નથી. અંતરમાં પર્યાયે પર્યાયે પુરુષાર્થ જોઈએ. એ પહેલું એના જ્ઞાનમાં આવવું જોઈએ. આહા...હા...!
પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી (એમ કહે છે). એની મેળાએ આત્મા પ્રગટ થઈ જશે, એમ નથી. ત્યારે “ક્રમબદ્ધ' છે ને ? ક્રમબદ્ધ છે ને એ એક મહા સિદ્ધાંત છે. પણ એ ક્રમબદ્ધમાં અકર્તાનો પુરુષાર્થ છે. આહા...! રાગનો પુરુષાર્થ પણ નથી કરવાનો પણ પર્યાય તરફ પણ લક્ષ નથી. અંતર ભગવાન સચિદાનંદ પ્રભુ પરમાત્મસ્વરૂપે શક્તિ એ . સ્વભાવે ચૈતન્યસિંહ બિરાજે છે. એ ચૈતન્યસિંહ છે ! એક અંશ જાગતાં - થાપડ મારતાં કર્મનો ભૂકો ઊડાવી દે એવી એનામાં તાકાત છે. સમજાય છે કાંઈ ? વાત તો આવી છે. બાપુ !
પેલા (અજ્ઞાની) કહે કે અમે પાપી છીએ (માટે) પાપ ઘટાડવા પુણ્ય (કરવાનું) તો કહો ! પણ પુણ્ય ને પાપ બન્ને અનંતવાર કર્યો છે, પ્રભુ ! અહીં તો ધર્મની વાત છે. પાપ છોડીને પુણ્ય કરે તો એ પણ સંસાર છે. એ કાંઈ આત્મા નથી. આ...હા..હા..હા...!
અહીં એ કહે છે -રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી. રુચિ અનુયાયી વીર્ય ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ! એવી એની અંતર રુચિ થતાં