________________
વચનામૃત રહસ્ય
: જે “અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો
અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. મારું હિત કેમ થાય?, હું આત્માને કઈ રીતે જાણું?' - એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે.” ૨.
(હવે, બીજો બોલ. “અંતરના ઊંડાણથી.... આહા......! “અંતરના ઊંડાણથી....' ઊંડાણથી (અર્થાતુ) અંદરમાં પુણ્ય-પાપના ભાવથી આગળ જતાં, આહા....... ....પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો...” “અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી..' આહા.....!
મા-દીકરો ચાલતાં હોય ને છોકરો નાની ઉમરનો છ-સાત વર્ષનો હોય અને આમ ફરતાં હોય એમાંથી આંગળીએથી છોકરો છૂટો પડી જાય, એની મા ક્યાંક આઘી ચાલી ગઈ હોય અને છૂટો પડી ગયો હોય તો બા-બા' કર્યા કરે. બા-બા' (કર્યા કરે). એને ગમે તે પૂછો તો (એમ જ કહે, “મારી બા'. એવું એકવાર પોરબંદરમાં) થયેલું. એક છોડી અપાસરાની પાસે ખોવાઈ ગયેલી. સિપાહી (એને) પૂછે “કોણ છો ?” તો (કહે) “મારી બા” “કઈ શેરીમાં રહે છે ?” (તો) કહે “મારી બા,’ ‘તારી બહેનપણી કોણ ?” (તો કહે “મારી બા).' કારણ કે કંઈ શેરીમાં રહે છે એ ઓળખે તો પોલીસ ત્યાં મૂકે ને ? (એમ એ “બા-બા' જ કર્યા કરે. એમ જેને અંતરમાં “આત્મા-આત્માની લગની લાગી છે તેની વાત કરે છે). આહા...હા..હા...!
.
••••!