________________
૧૨
વિચનામૃત-૨] (અંતરના ઊંડાણના અમૃતના છે !! “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ.' એ ધ્રુવ ઉપર નજર કરે તો પ્રાપ્ત થયા વિના રહે નહિ. ઊભો છે ને ? “ઊભો એટલે ધ્રુવ છે ને ! ચૈતન્ય ભગવાન અંદર ધ્રુવ છે, નિત્ય છે, અનાદિ - અનંત છે, સ્વતઃસિદ્ધ છે. એ ઊભો - ધ્રુવ છે એને જો પહોંચી વળે તો જરૂર તને આનંદ મળે. આહા...હા...! એ વિના બીજો કોઈ રસ્તો છે નહિ. આહા...હા...હા...! શબ્દો તો ઘણાં (ગંભીર) છે !
અહીં (કહે છે) આત્માને ધ્યેયરૂપ રાખીને... પ્રેમ એટલે લક્ષ રાખીને. ...દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ.’ આ ચાલતી વાત. બીજો બોલ (ચાલે છે). “મારું હિત કેમ થાય ?” આહા...હા...! હું આત્મા છું, મારું હિત કેમ થાય ? એમ એને લગની લાગવી જોઈએ. છે ? “હું આત્માને કઈ રીતે જાણું ? એમ માનીને લગની ને પ્રયત્ન કરે છે. એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. જરૂર માર્ગ (પ્રાપ્ત) થાય, થાય ને થાય જ. આહા...હા...!
શું કરે (જ્યાં) લપ બધી વળગી કરોળિયાને ! આહા...હા...! એક ઠેકાણે એવું લખ્યું છે કે માણસને બે પગ છે. એ માણસ છે એ બાયડી પરણે ત્યારે એને ચાર પગ થાય, બે ને બે = ચાર એટલે એ ઢોર થયો ! ઢોરને ચાર પગ હોય ને ? (આવું) શાસ્ત્રમાં લખાણ છે. એને વળી છોકરો થાય તો છ પગ થાય. જ્યારે છ પગ થાય (ત્યારે) એ ભમરો થયો. ભમરાને છ પગ હોય અને એમાં વળી એ પરણે ને બાયડી થાય એટલે આઠ પગ થાય, ત્યારે એ કરોળિયો થયો. કરોળિયાને આઠ પગ હોય. ખબર છે કોઈ દિ' ? ખબર પણ નહિ હોય. કરોળિયાને આઠ પગ હોય, ભમરાને છે પગ હોય, ઢોરને ચાર પગ હોય (ને) માણસને બે પગ હોય, (એમ) જ્યાં વળગ્યો એક, બે ત્રણ ને ચાર...! આહા....હા...હા...! એ તો કહે છે પછી
એ કરોળિયાની લાળમાં વિંટાઈ ગયો. લાળ મોઢામાં કાઢે ને એમાં ને એમાં વિંટાઈને મરી જાય, થઈ રહ્યું....!
અહીં કહે છે કે તું પ્રયત્નને વધાર. આત્માની લગની કર પ્રભુ ! આત્મા.... આત્મા... આત્માની ઓળખાણ કર. બીજું બધું છોડીને પ્રયત્નથી આત્માની ખોળખાણ કર. (તો) તને જરૂર માર્ગ હાથ આવે. બે બોલ થયાં.
બીજે જ છોડી
થયા