________________
૧૮
[વચનામૃત-૪] તો આવો છે ભાઈ !
અજ્ઞાની (જીવન) જ્ઞાન નહિ હોવાથી કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે....... રાગથી, વિકલ્પથી ભિન્ન પડતું જ્ઞાન (અર્થાતુ) ચૈતન્યરસ (સ્વરૂ૫) આત્મા એ ચૈતન્યરસન - આનંદનો અનુભવ થયો એ કષાયોને ઓળખે છે કે આ રાગ છે તે દુઃખરૂપ છે (અને) મારું સ્વરૂપ તે આનંદરૂપ છે. આનંદ અને રાગના ભાગને (સ્વાદને બન્નેને જુદા પાડીને જાણે છે. અજ્ઞાનીને કષાયનું જ્ઞાન નથી. આહા...હા...! સમજાય છે કાંઈ ? આવી ઝીણી વાતું ! - અમારે ત્યાં સોનગઢમાં તો કાયમ (આવું) ચાલે. ૪૫ વર્ષથી ચાલે છે. કાયમ આ ચાલે છે. કાયમ લોકો સવાર-સાંજ (આવે છે. અહીંયા તો પહેલા - વહેલા આવ્યાં છીએ. એટલે અજાણ્યા માણસને આકરું લાગે એવું છે. (પણ) એને કાને તો પડે ! (કે) કાંઈક ચીજ બીજી છે. આ...હા...હા...હા...!
‘જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે....' રાગના વિકલ્પથી જુદું પડેલું આત્માનું જ્ઞાન, એને જે-જ્ઞાન થયું તે જ્ઞાન રાગને ઓળખે છે કે આ રાગ છે એ મારી ચીજ નથી. અજ્ઞાનીને રાગની ખબર નથી. કેમકે રાગથી જુદા આત્માનું જ્ઞાન ને આનંદ નથી. આનંદ નથી તો આનંદ સાથે દુઃખને શી રીતે મેળવે? રાગ છે તે દુઃખ છે. ચાહે તો શુભરાગ હો, પુણ્ય - રાગ હો (પણ એ) દુખ છે. આહા..હા...! - આનંદના સ્વાદની આગળ, ધર્મની પહેલી સીઢીના આનંદમાં રાગ દુઃખરૂપ લાગે ત્યારે તે રાગને જાણે છે. જ્ઞાન વિના રાગને જાણી શકે નહિ. જેને આત્મજ્ઞાન નથી તે રાગને જાણી શકે નહિ. એમ કહે છે. આહા...હા...!
..અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી... શું કહ્યું એ ? જ્ઞાનસ્વરૂપ અંદર જાણ્યું, રાગથી (હું) ભિન્ન છું એનું ભાન થયું તેથી તે રાગને ઓળખે છે અને એ સાથે વૈરાગ્ય છે એ રાગથી વિરક્ત છે. (માટે) તે વૈરાગ્ય રાગમાં ફસાતો નથી. છે ? ....વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફ્સાવા દેતો નથી....” જ્ઞાન રાગને જાણે છે પણ રાગથી વિરક્ત થયેલો એવો વૈરાગ્ય તે રાગમાં ફસાતો નથી. આ...હા...હા...હા....! આ તો ટૂંકા શબ્દો છે. મહામંત્ર છે ! થોડા આકરા લાગે એવા છે. બહારની મહિમા - ભભકા આગળ અંતર આત્મા ક્યાં છે એ તો ક્યાંય પડ્યો રહ્યો બિચારો ! બહારની મહિમામાં