________________
વચનામૃત રહસ્ય (પલટાવ) કેમકે “આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. આા........!
અરે...! ક્યાં અહીં જરી થોડું બહારમાં ઉપયોગમાં આનંદ... આનંદ... લાગતો હોય. છ છોકરાં, આઠ છોકરાં હોય, એક-એક છોકરાં પાંચ-પચીશ લાખની મહિનાની પેદાશ કરતાં હોય અને એ આનંદમાં આ ક્યાં શોધવા જાય કે આત્મામાં આનંદ છે. આ...હા...હા...હા...! “અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યા નહિ અભિમાન' - અભિમાન મૂક્યા નહિ કે હું જાણતો નથી, બાપુ વસ્તુ કાંઈ બીજી છે જેની મને ખબર નથી. અભિમાનમાં ને અભિમાનમાં ચડી ગયો. “મને આવડે છે, મને ખબર છે, એ બધું આમ છે . એમને એમ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં . મૂઢ(તા)માં મરી ગયો છે. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને . ગુરુ - સંત કોને કહેવાય એ સમજવું કઠણ વાત છે. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર થયાં હોય અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન થયાં હોય એને અહીંયા ગુરુ કહેવાય. હજી પોતાને ખબર નથી કે સમ્યગ્દર્શન શું હોય ? તો પરની ઓળખાણ ક્યાંથી કરી શકે ? એ અહીં કહે છે - “તારામાં આનંદ ભર્યો છે.” એમ તને ગુરુ કહે છે. આહા..હા...હા...! ક્યાં ભર્યો હશે . (આ આનંદ) ?
‘આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી....આહા...હા...હા...! એટલે ? આત્મા સિવાય ક્યાંય તને પ્રેમ થાય, ' આનંદ મળે એવી કોઈ ચીજ નથી. આત્મા સિવાય કોઈ પર ચીજમાં આનંદ થાય, મજા પડે એવી કોઈ જગતમાં ચીજ છે જ નહિ. આહા...હા...હા..! આખા જગતથી ઊલટું કરીને ગુલાંટ ખાવી છે, આમ પડ્યો છે એને ગુલાંટ ખવડાવવી છે.
(અહીં) કહે છે “જગતમાં ક્યાંય ગમે તેવું નથી....' કહ્યું છે ભાઈ ? પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. આહા...હા..હા...! પણ તું આત્માને ઓળખ તો પ્રભુ (તને જરૂર ગમે તેવું છે). બાકી તો બહારનાં બધાં થોથાં અનંતવાર કર્યા અને અનંતવાર ગયાં અને મરીને ગયો ચાર ગતિમાં રખડવા ! મોટો અબજપતિ હોય (તે) મરીને ભૂંડ થાય ! મોટો અબજપતિ હોય એ મરીને કૂતરો થાય, કાગડો થાય ને કૂતરો થાય. ચોરાશીના અવતારમાં એવાં (અવતાર) અનંતવાર કર્યો. આહાહા...!