________________
[વચનામૃત-૧] કેમ (ગમે તેવું છે ? (કેમકે) આત્મામાં આનંદ ભર્યો છે.. આહા.......! આ શું ? કોઈ ચીજ હોય તો એ ચીજનો સ્વભાવ હોય કે નહિ ? વસ્તુ હોય એમાં - વસ્તુમાં વસ્તુનો વસેલો ગુણ હોય કે નહિ ? તો આત્મા વસ્તુ છે તો એમાં વસેલા ગુણો પણ છે). વસ્તુમાં વસેલી – રહેલી શક્તિઓને ગુણ કહે છે. તો એ આત્મામાં એક આનંદ ગુણ પૂરો ભરેલો છે. આહા...હા...હા...! હવે આ વાત કેમ બેસે ? કઈ રીતે બેસે ?
બહારમાં આમ ધૂળમાં સુખ) માનતા હોય. મહિને પાંચ-પચાસ લાખની પેદાશ થતી હોય અને અબજોપતિ માણસ હોય). (એને આમ કેમ બેસે ?) જેને એમાં મીઠાશ છે, એને આત્મામાં આનંદ છે એ વાત એને રુચે પણ નહિ. કારણ કે એને માપ કરતાં આવડતું નથી. આહા...હા...! આહા...હા...!
એક છોકરો હતો. રવિવારનો દિવસ હતો. એનો બાપ, આલપાકનો કોટ આવે છે ને ? આલપાક ! આ આલપાકનું કપડું આવે છે ને ? (એ) પચાસ હાથનું કપડું લઈ આવેલો. (અને) છોકરાને આપ્યું અને કહ્યું, આના હવે આપણે કોટ કરો. એણે પચાસ હાથનું કપડું) માપ્યું. છોકરો આઠ વર્ષનો (હતો), (તેણે) પોતાના હાથે માપ કર્યું અને કહ્યું, “બાપુજી ! તમે પચાસ હાથનો કહો છો એમ નથી, પણ આ તો સો હાથનું છે.' બાપુજીએ કહ્યું બેટા ! તારા હાથ માપમાં કામ ન આવે. અમારા વેપારમાં તારા હાથ કામ ન આવે. એ તો અમારા હાથ કામમાં આવે.' એમ જ્ઞાની કહે છે કે તારી કલ્પના છે એ સત્યને સમજવામાં કામ નહિ આવે. તું કલ્પના કરીને વિકલ્પમાં દોડ્યો જાય છે એનાથી આ (સત્યનું) માપ નહિ આવે. તેનું માપ આવવા માટે અંતરમાં ગમીને ગમાડીને) ઉપયોગને અંદરમાં લઈ જા તો માપ આવે એવું છે. ઝીણું છે ભગવાન ! આહા...હા...!
(અહીંયા કહે છે, “આત્મામાં આનંદ ભર્યો છે.... આહા...! જેમ સાકરમાં ગળપણ છે અફીણમાં કડવાશ છે, પ્રભુમાં (આત્મામાં) આનદ છે - દુ:ખ નથી. એ દુઃખ તો તેણે અનાદિ અજ્ઞાનથી વિકાર ઉત્પન્ન કર્યો છે. તેનું છે). (પંચેન્દ્રિયના) વિષયમાં સ્ત્રીમાં, પૈસામાં, આબરૂમાં-પુરમાં સુખ છે એવી કલ્પના અજ્ઞાનીએ, મૂઢપણે સ્વના ભાન વિના, સ્વ સત્તાની ઓળખાણ વિના પરમાં સુખની કલ્પના કરીને) ચોરાશી લાખ યોનીમાં રખડી રહ્યો છે. એ ઉપયોગ હવે પલટાવ બાપુ ! તને આવો મનુષ્યભવ મળ્યો. (એ) ઉપયોગ