________________
[વચનામૃત-૧] પહેલો બોલ આ છે. પ્રભુ ! તું આમ છે ને (એટલે કે, તારા જાણવા - દેખવાનો ભાવ છે ને એ આમ (બહાર) વળેલ છે ને (અર્થાતુ) પુણ્ય અને પાપ, પુણ્ય-પાપના ફળમાં શરીર, ઇન્દ્રિય, વિષય, ભોગ, બાયડી, છોકરાં, કુટુંબ, વેપાર, ધંધો એમાં વળેલો છે એ તો પાપનો ઉપયોગ છે. પણ એથી આગળ વધીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજામાં વળેલો હોય તો એ પુણ્ય ઉપયોગ છે. હવે બન્નેમાં તને ન ગમતું હોય તો.... આહા...હા...હા...! તારો " ઉપયોગ પલટાવી નાખ. (આ) શબ્દો છે, પ્રભુ ! (પણ) શબ્દોમાં ભાવ ભર્યા છે. આહા...! અનુભવની વાણી છે. અનુભવના આનંદના સ્વાદ સહિતની આ વાણી છે. ધર્મ - સમ્યગ્દર્શન એવી કોઈ ચીજ છે....! બહુ ઝીણી - સૂક્ષ્મ છે. ધર્મનું પહેલું પગથિયું ! એમાં અનુભવની શરૂઆતથી જ ધર્મ થાય છે. એ આત્માનો અનુભવ - આનંદનો અનુભવ કરવા માટે ઉપયોગને પલટાવીને ત્યાં (આત્મામાં) લઈ જા. (એમ કહે છે). આહા...હા..!
આમ ઉપયોગ જાણવા-દેખવાનું કામ બહારમાં કરે છે, એ તો સવારમાં આવ્યું હતું કે બહારને જાણે છે એ પોતાની પર્યાય છે. એ કાંઈ પરને જાણતું નથી. એ જાણે છે તો એની પોતાની પર્યાય. કારણકે પોતાની પર્યાયના - દશાના અસ્તિત્વમાં એ જણાય છે. જાણનારની પર્યાય છે એ પોતાની છે. એ (પર) જણાતું નથી ખરેખર તો પોતાની) પર્યાય જણાય છે. પણ પર્યાયમાં પરનું જ્ઞાન જણાય છે અને પ્રભુ ! એકવાર ઉપયોગને પલટાવ. અરેરે...! અનંતકાળથી પ્રભુ તે કામ નથી કર્યું. (તો) એકવાર ઉપયોગને પલટાવી નાખ અને આત્મામાં ગમાડ.' આહ........!
બહારમાં જરીક કાંઈક પાંચ-પચીશ લાખ રૂપિયા કે પાંચ-પચીશ કરોડ રૂપિયા લ્યો ને ! થાય તો પણ) આ રીતે અનંતવાર થયું છે. એ કોઈ નવી ચીજ નથી. ત્યાં તને ન ગોઠતું હોય તો હવે અહીં આવ, (એમ) કહે છે. હવે પહેલી જ શરત આ છે. અને ઉપયોગને પલટાવી નાખ. એ કંઈ વાતુ નથી, બાપા ! આહા...હા..! એ કોઈ પૈસે (કે) શરીરે કામ થઈ શકે એવું નથી.
અંતરનો જાણવાનો ઉપયોગ આમ જે (બહારની બાજુ વળેલ છે એને સૂક્ષ્મ કરી, ધૂળ ઉપયોગ કરે છે તેથી બહારમાં ભટક્યા કરે છે (તે ઉપયોગને) સૂક્ષ્મ કરીને અંતરમાં જો. આહા..હા...! અને આત્મામાં ગમાડ. “આત્મામાં