________________
વિચનામૃત-૧] જેને આત્માની ખબર ન મળે એને પુણ્ય ને પાપના ભાવ(ના) જે ફળરૂપે આવે એ એને ચારગતિ(માંથી) (કોઈ એક) ગતિ મળે. પુણ્ય કંઈક (કર્યા) હોય તો મનુષ્યપણું ને આ દેવઆદિ થાય. પાપ (કર્યા હોય તો નરકમાં (જાય) ને ઢોર થાય, પણ ચાર ગતિમાં રખડ્યા કરે.
(માટે અહીંયા કહે છે, જો તને આત્મામાં ગમે આહા..હા...હા...! (તો) ...આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.' આ પહેલો બોલ છે. અનુભવપૂર્વકનો (બોલ) છે. આહા...હા...!
બેનની તો વાત જ જુદી છે. હિન્દુસ્તાનમાં (એમના જેવી) અત્યારે બીજી ચીજ નથી. એવી ચીજ છે ! એવા કોઈ અંતર અનુભવના આનંદમાં આવતાં (આ વાતો આવી ગઈ છે). ઝીણી વાત છે. ભગવાન પાસે હતાં. ત્યાંથી એ આવેલ છે. પૂર્વનાં અમે મિત્ર હતાં એટલે વાત કરે. નહિ તો વાત પણ કરે નહિ. કંઈ પડી જ નથી, બોલવું (ઓછું), એક જ આનંદ... આનંદ... ને આનંદ બસ ! અતીન્દ્રિય આનંદના વેદન આગળ કોઈ પગે લાગે, હાથ જોડે તો પણ)-સામું જોવે નહિ ! એક આનંદની લહેરમાં પડ્યાં છે. એ આ બોલી ગયાં છે કે ગમે તેમ (પણ) ‘તું આત્મામાં ગમાડ. આહા....હ...!
સ્ત્રીનો દેહ કે શરીરનો દેહ એ કાંઈ. આત્મા નથી, આત્મા તો જુદી ચીજ છે.. આ દેહ તો બહારનાં હાડકાનાં પૂતળાં દેખાય છે. હાડકાં, માંસ ને ચામડાનાં પૂતળાં દેખાય છે. પૈસો ધૂળ દેખાય છે. આત્મા તો એનાથી ભિન્ન છે). અરે...! પુણ્ય-પાપના વિકલ્પના રાગથી પણ ભિન્ન છે). ત્યાં તું) જા, (ત્યાં તને ગમશે. (કેમકે ત્યાં આનંદ છે. આહા...હા...હા...! આવ્યું ને ? ‘તું આત્મામાં ગમાડ.' એ પહેલો બોલ થયો.