________________
૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
એકવાર નિછન (ખસી) કરાતા બળદ પર દયા આવતા તેમણે બળદને છોડાવ્યો. કેમકે હૃદયમાં દયા જ ન હોય, તો દેવ-ગુરુના ચરણોની પૂજા, ઘોર તપસ્યા, ઇંદ્રિયોનું નિયંત્રણ, દાનો અને શાસ્ત્રાધ્યયન બધું જ વ્યર્થ છે.
એક હાથીએ અનુકંપાથી સસલાની દયા લાવી તેને ફ્લેશ ન આપી પોતે સહન કર્યું તો તે મગધના મહારાજાનો મેઘકુમાર નામનો સૌભાગીકુમાર થયો. મેતાર્યમુનિએ ક્રોંચપક્ષીની દયા ચિંતવી તો તેઓ મુક્તિ પામ્યા, મેઘરથ રાજાએ કબૂતરને બચાવ્યું તો પોતે શાંતિનાથ નામના તીર્થંકર થયા અને શ્રી મુનિસુવ્રત ભગવાને એક ઘોડાને ઉગારવા એક રાતમાં સાઈઠ યોજન ભૂમિનો વિહાર કર્યો, ચાણક્યનીતિમાં કહ્યું છે કે, દયા વગરના ધર્મને, ક્રિયાવિહિન ગુરુને, અતિ ક્રોધમુખી પત્નીને અને સ્નેહ વગરના સગાંને તરત છોડી દેવા.
જિનદાસ તે બળદને ખરીદી ઘેર લાવ્યા, પોતે જ્યાં ધર્મક્રિયા કરતા ત્યાં સમીપમાં તેને રાખ્યો. શેઠ ઉભયકાલ પ્રતિક્રમણ-સામાયિક-સ્વાધ્યાયદિ કરતા, તે સાંભળી બળદ ભદ્ર પરિણામી થયો ને દેશવિરતિધર્મ પામ્યો. તેથી અમિ આદિ પર્વતિથિએ તે સૂકો ચારો ને પ્રાસૂક પાણી સિવાય કાંઈ લેતો નહીં. શેઠને તેણે ગુરુ ધાર્યા. તેમના દર્શન વિના તે કાંઈ ખાતો પીતો પણ નહીં.
એકવાર આઠમના દિવસે શેઠે કોઈ શૂન્યગૃહમાં પૌષધ લીધો ને રાત્રે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, જિનદાસ સંયમી હતા તો તેમની પત્ની એવી જ અસંયમી હતી. તેણે કોઈ સાથીને રાત્રે તે શૂન્યગૃહમાં જ મળવાનો સંકેત કર્યો હોઈ તેણે લોઢાનો પાતળો પલંગ તે ગૃહમાં મૂકાવ્યો. પાયા પાતળા ખીલા જેવા હતા. પલંગ ઢાળતાં તેનો એક પાયો અંધારામાં ઉભેલા જિનદાસ શેઠના પગ ઉપર આવ્યો. પાયા ઊંચા નીચા લાગતાં ઊંચો પાયો પત્થર લઈ ઠપકારતાં ખીલાથી શેઠનો પગ વીંધાઈ ગયો. શેઠને પીડા થવા લાગી એવામાં એ કુલટાનો યાર પણ આવી પહોંચતા તેઓ પલંગ પર ચડી ગયા. તેઓની ક્રીડાથી ભારે બનેલા પાયાને લીધે ઘોર વ્યથા થવા લાગી.
શેઠે ક્રોધ નિવારી આત્માને હિતશિક્ષા આપી કે દુઃખ સહન કરવાથી સ્વાધીનતા મળતી નથી ને મળે તો જીવ સહન કરતો નથી અને એના જ ઇંડરૂપે સંસારમાં હજી રખડવું પડ્યું છે ને રઝળપાટનો અંત આવ્યો નથી, માટે હે જીવ ! સહન કરી લે. કોઈને પણ લાંબો કાળ સહન કરવું પડતું નથી. પરવશપણે અસંખ્ય કાળ સુધી વ્યથાઓ સહી છે. પણ તેથી કોઈ અર્થ સર્યો નથી. સ્વેચ્છાએ સહન કરવાથી ઘણાં મોટા કાર્યો-મુક્તિ પણ સિદ્ધ થાય છે. આ અવસર એની મેળે આવ્યો છે, મૃત્યુથી વધુ તો કાંઈ થવાનું જ નથી, પછી ભયનું શું કારણ છે ? ભયભીતને કાંઈ મૃત્યુ છોડી મૂકતું નથી. જન્મ લીધાનાં જ આ દુઃખો છે. જન્મ ન લેવો પડે એ દિશામાં યત્ન તે જ સાચો પુરુષાર્થ છે. બિચારા જીવો કર્મવશ નાચે છે. આનંદ મેળવવાની સાચી દિશા ન જાણતા હોઈ