________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૫૯
લાગે ત્યારે સમયસર લોલુપતા વિના શાંતિથી ભોજન કરવું. કહ્યું છે કે – “ગળાથી નીચે ઉતર્યા પછી બધું જ ભોજન માટી છે. અર્થાત્ સરખું જ છે. માટે ક્ષણભરના સ્વાદ માટે લોલુપતા કરવી નહીં. કહ્યું છે કે –
जिव्हे प्रमाणं जानीहि, भोजने वचने तथा ।
अतिभुक्तमतीवोक्तं, प्राणिनां मरणप्रदम् ॥१॥ અર્થ – રે જીભ ! તું ભોજન અને વચન (ભાષણ)ની બાબતમાં બરાબર પ્રમાણને જાણી લેજે. કેમકે અતિ ભોજન અને અતિવચન (અતિભાષણ) મરણને પણ આપે છે.
ખરેખરી ભૂખ લાગે ત્યારે ખાધેલું ગમે તેવું અન્ન પણ અમૃતનું કામ કરી જાય છે. આ બાબતની એક એવી વાત છે કે – “એક રાજા ખાન-પાનમાં ઘણો નિયમિત હોઈ કદી માંદો પડતો જ નહીં. રાજવૈદ્યને મનમાં થયા કરે છે કે રાજા માંદા પડે તો હું મારી અદ્ભૂત વિદ્યા બતાવું, પણ રાજા એવો નિયમિત કે સમય થાય ને જમી લે, વૈદ્ય રસોયાને લાલચ આપી રસોઈ વેળા ટાળી મોડું કરવા તૈયાર કર્યો. રસોયાએ “કોલસા સારા નથી, ભીના થઈ ગયા લાગે છે. સગડી જોઈએ તેવી સળગતી નથી.' આદિ બહાના કાઢી ભોજનનો સમય થવા છતાં કોઈ વસ્તુ તૈયાર ન કરી. રસોયાએ અભિનય કર્યો પણ સમય થવા છતાં જ્યારે કાંઈ તૈયાર ન ભાળ્યું એટલે રાજાને લાગ્યું કે રસોઈમાં વિલંબ થશે ને જમવાના સમયનું ઉલ્લંઘન પણ થશે.” રાજાએ તરત ગોળ-ધી મંગાવ્યાં, તેમાં થોડી કણિક ભેળવી શાંતિથી ખાઈ લીધું. રસોયો જોતો રહ્યો ને રાજા સમયસર જમીને ચાલતો થયો. જઠર ઉદીપ્ત-સતેજ થયેલ માટે તેને અજીર્ણ ન થયું. સારી રીતે પચી ગયું. વૈદ્ય પણ આશ્ચર્ય પામ્યો. પ્રસંગે મેં તને આ વાત જણાવી માટે સાવ સામાન્ય ખોરાક પણ મિષ્ટ લાગે છે ને ઈષ્ટ થાય છે. ૬.
“સુખે સૂવાનો ભાવ પણ આવો જ છે, કે જયારે પાકી ઊંઘ આવે ત્યારે જ સૂવું. એમ ને એમ પથારીમાં પડખા ઘસવાનો કાંઈ અર્થ નથી જ. કાલે તને માંકડથી ભરેલી ખાટમાં સૂવાડ્યો હતો. પણ થોડી જ વારમાં તું ઘસઘસાટ કરતો જામી ગયો. સારો પરિશ્રમ કરી ઊંઘ આવે ત્યારે જ સૂવું જોઈએ. ૭.
ગામેગામ ઘર કરવું એટલે આસપાસના દરેક ગામે ઘર જેવો એક મિત્ર અવશ્ય કરવો. જેથી જ્યાં જઈએ ત્યાં તાત્કાલિક બધી જ સગવડ મળે ને આપણું અંગત વર્તુળ વધે. દરેક કાર્યમાં સરળતા રહે. ૮.
દુરવસ્થા-માઠાં દિવસો આવે તો ગંગા-યમુનાના વચ્ચે ખોદવું.' આવી બાપની શિખામણથી તું ગંગા-જમુનાની વચ્ચે જમીન ખોદવા ઉપડી ગયો, પણ એટલો વિચાર ન કર્યો કે આવા મોટા વિસ્તારવાળી ધરતીમાં ખોદ્ય ક્યાં આરો આવે ? એનો સીધો અર્થ એટલો જ હતો