________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્થ :– અવ્રત (વ્રત ન લેવાથી અવિરતિ) જન્ય કર્મબંધને પ્રત્યાખ્યાનથી નિવારવો, બધાં જ કાર્યો યતનાપૂર્વક કરવા. જુગાર આદિ રમવાં, કુતૂહલક્રીડા નૃત્યાદિ જોવાં, કામશાસ્ત્રનું શિક્ષણ મેળવવું ઈત્યાદિ પ્રમાદાચરણ છે તે સબુદ્ધિવાળાએ છોડી દેવા.
૨૯૪
વિશેષાર્થ :– અવિરતિથી થતો કર્મનો બંધ પચ્ચક્ખાણથી નિવારવો, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિરૂપ દુરંત સંસારમાં ભ્રમણ કરતા પ્રાણીઓએ જે જે શરીર, આયુષ્ય ભોગવીને ચામડી આંતરડા, હાડકાં, લોહ કે કાષ્ટરૂપે પૂર્વે છોડેલા છે, તે શરીર કે તેના એક ભાગ કે અવયવ દ્વારા જ્યારે બીજા જીવોના વધરૂપ અનર્થ થાય ત્યારે પ્રથમ મૂકેલા દેહનો સ્વામી (તે જીવ) જે અન્ય (બીજો) ભવ પ્રાપ્ત કર્યો હોય છતાં પણ તેની સત્તાનો ત્યાગ કર્યો ન હોવાને કારણે તે દેહને જ્યાં સુધી વોસિરાવે નહીં ત્યાં સુધી તે શરીરથી થતા પાપથી લેપાય છે. એટલે એ જીવ શરીર છોડીને જ્યાં ગયો ત્યાં તે પાપ અવિરતિ દ્વારા તેને લાગ્યા કરે છે.
આ બાબત શ્રી ભગવતીજી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદેશામાં પૂછવામાં આવ્યું છે કે – ‘હે ભગવંત ! કોઈ મનુષ્ય ધનુષ્યમાંથી બાણ છોડે અને તેનાથી જીવનો ઘાત થાય તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે ?’
ત્યારે પ૨માત્માએ ઉત્તરમાં કહ્યું - ‘ગૌતમ ! જે માણસ ધનુષ્ય પર બાણ ચડાવી છોડે છે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. કાયિકી, અધિકરણિકી પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી. તેમજ જે એકેંદ્રિયાદિ જીવના શરીરથી તે ધનુષ્ય આદિ બનાવવામાં આવ્યાં હોય તે જીવને પણ આ પાંચે ક્રિયાથી સ્પર્શ થાય છે.’
અહીં એવી શંકા થઈ શકે કે ‘તે બાણ છોડનાર હિંસકને તો આ ક્રિયા લાગે તે સમજાય છે, પણ જેના માત્ર કલેવરમાંથી હિંસક બાણ આદિ તૈયાર કર્યાં, તેમાં તે જીવને ક્રિયા કેવી રીતે લાગે ? તે જીવ પરલોકમાં ક્યાંક હશે ? તેની કાયા તો અચેતન છે, તે કાયાના સ્વામિને જે કાયાના લીધે ક્રિયા લાગતી હોય તો સિદ્ધભગવંતોને પણ તેમણે મૂકેલા શરીરથી ક્રિયા લાગવી ને પાપબંધ થવો આદિ બળાત્કારે પણ થશે, કેમકે સિદ્ધ થયેલા જીવનું પૂર્વે છોડેલું શરીર કોઈ ઠેકાણે જીવઘાતનો હેતુ થાય, વળી જેમ ધનુષ્ય બાણ આદિ પાપના કારણ છે. તો તે વનસ્પતિ આદિ જીવના દેહમાંથી બનેલા પાત્ર, દંડ આદિ ધર્મ આચરવાના અને જીવરક્ષાના હેતુભૂત છે, માટે તે ધર્મ-પુણ્યના હેતુ હોવાથી તજજન્ય પુણ્ય-ધર્માદિ તે જીવને પણ મળવું જોઈએ.
આમ બંને તરફ હાનિ લાભની વ્યવસ્થા સરખી હોવી જ જોઈએ.' તેનો ઉત્તર આપવામાં આવે છે કે ‘આ બંધ તો અવિરતિજન્ય હોવાથી થાય છે. સિદ્ધના જીવ તો બધું જ વોસિરાવી સર્વસંવરમાં લીન છે, તેઓ વિરતિમય હોય તેમને પાપ-કર્મબંધનો સંભવ જ નથી તથા જેના દેહથી પાત્ર આદિ થયેલા તેઓને તો તેવા વિવેકનો અભાવ છે, માટે તેમને તે પુણ્યાદિની પ્રાપ્તિ થઈ શકતી નથી. અર્થાત્ શ્રી જિનેશ્વરભગવંતના આ વચનો આ પ્રમાણે જ જાણવા માનવા.’ માટે