________________
૨૯૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨... આગેવાન રાખ્યો. તેને માછીમારની સેવા કરવી પડતી. તેમની સાથે મોટી નદીઓમાં જાળ લઈ જવું પડતું ને પાણીમાં માછલા લેવા રખડવું પડતું. એકવાર નદીમાં પૂર આવેલું હતું ને રાજા પાણીમાં પડતાં જ તણાઈને મૃત્યુ પામ્યો.
આ તરફ કૂવામાં પડેલી રાણીને કોઈ વટેમાર્ગુઓએ કાઢી. અને પોતાના સાર્થવાહ પાસે લઈ ગયા. સાર્થવાહે પૂછતાં રાણીએ પોતાનો બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. સાર્થવાહ સજ્જન અને ધર્મિષ્ઠ હતો. તેણે રાણીને સાંત્વના આપી બહેન કરીને રાખી.
આ તરફ નદીકાંઠે ઊભા ઊભા રડતા કુમારને કોઈ વિદ્યાધરીએ જોયો ને તેને લઈ તે વૈતાઢ્ય પર્વત પર પોતાના નિવાસસ્થાને આવી. તેની પાસેથી બધી વાત જાણી વિદ્યાધરીએ તેને પુત્ર તરીકે રાખ્યો, અનેક કળાઓ ને વિદ્યાઓ શિખવી તેને સમર્થ બનાવ્યો. તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું ને રાજા બન્યો.
એવામાં એકવાર પેલો સાર્થવાહ સિદ્ધપુરનગરમાં આવ્યો. રાણી પોતાનું નગર જાણી પુરુષવેશે સાર્થવાહ સાથે રાજસભામાં આવી. ત્યાં પોતાના દીકરાને સિંહાસન પર બેઠેલો જોઈ અતિ આનંદ ને વિસ્મય પામી. રાજકુમારે માતા જેવા આકારવાળા પુરુષને જોઈ સાર્થવાહને પૂછ્યું કે “આ કોણ છે?' સાર્થવાહે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. માતાને ઓળખી કુમાર ભરસભામાં ઊભો થઈ માતાને પગે લાગ્યો ને સિંહાસને બેસાડી. રાણી રાજમાતાનું ગૌરવ પામી. નગરમાં બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યો. રાજમાતા સુખપૂર્વક રહેવા લાગી. જુગારના માઠા પરિણામ મા પાસેથી જાણી રાજાએ નગરમાં સદંતર જુગાર આદિ વ્યસનની મનાઈની ઘોષણા કરાવી. પોતે પણ અનર્થદંડથી બચી સ્વર્ગે ગયો ને સુખી થયો.
જે જુગારથી પુરંદરરાજા ડગલે ને પગલે મહાવિપત્તિ ને ઘોર ક્લેશ પામ્યો તે ધૃતક્રીડાને સર્પક્રીડાની જેમ સમજુ જીવો તરત છોડી દે છે. જુગારી અનેક દુર્ગુણોનો પાત્ર બને છે, તેના પર કદી કોઈ વિશ્વાસ પણ કરતું નથી. હાસ્ય, વાચાળતા, હલકીભાષા, ખરાબ સંગત આદિ દુર્ગુણો જુગારીને અવશ્ય પ્રાપ્ત થાય છે. વૈરની વૃદ્ધિ અને અકાળમૃત્યુ પણ તેનાથી મળે છે. માટે જુગારનો સત્વર ત્યાગ કરવો.
કુમારપાળના પ્રસંગમાં ઘૂતક્રીડા કરતાં તેમનો બનેવી હાસ્યમાં સોગઠી મારતા બોલ્યો કે માર મૂડાને અને એનું એવું ઘોર અને અનર્થમય પરિણામ આવ્યું, તે આ ગ્રંથમાં આગળ જ જણાવેલ છે. માટે જુગારાદિ વ્યસનો દુઃખદાયી તેમજ પ્રમાદાચરણ છે એમ જાણી તરત છોડી દેવા.
વળી કૌતુકથી નૃત્યાદિ, નટના નર્તન, ગીત, મુજરા, ખેલ-તમાશા, ભાંડ-ભવાઈ, જાદુ, ઈન્દ્રજાળ, નાક, હોડ-દોડ કે જાનવરોની લડાઈ કે માણસની કુસ્તી આદિ (સીનેમા-સર્કસ) પણ જોવા નહીં. કેમકે તેનાથી અનર્થદંડ જન્ય પાપ લાગે છે, તેમજ કામગ્રંથ-કોકશાસ્ત્ર પણ વાંચવા