________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૬૭
માટી ભરી દીધાં. એકવાર ધર્મબુદ્ધિએ કહ્યું - ‘ચાલો, હવે આપણે આપણું ધન લઈ આવીએ.’ પાપબુદ્ધિએ કહ્યું - ‘ચાલો મારે, પણ પૈસાની ઘણી આવશ્યકતા છે.’ બંને ગયા જંગલમાં, જ્યાં ધન દાટ્યું હતું ત્યાં જઈ ખાડો ખોઘો તો ધૂળ, ઢેફા ને કાંકરા. આ જોઈ મહાધૂર્ત પાપબુદ્ધિ તો માથા પછાડવા લાગ્યો ને બરાડતો બોલ્યો - ‘રે, તારૂં નામ તો લોકોએ ધર્મબુદ્ધિ પાડ્યું છે પણ દુર્બુદ્ધિ ધન તું જ કાઢી ગયો છે. આપણા બે વિના કોણ જાણે ને લઈ જાય ?’ ધર્મબુદ્ધિએ કહ્યું – ‘તને માયા કરતા સારી આવડે છે, તું ધન પણ માયાથી જ કમાયો હતો. મેં તો માયાવૃત્તિ ને દંભાચરણના નિયમ કરેલા છે. માટે સાચું બોલ.' આમ કરતા તે બંનેનો વિવાદ વધી પડ્યો ને ઝઘડામાં પરિણમ્યો.
તેઓ એકબીજાના દૂષણ કાઢતા કલહ કરવા લાગ્યા. આમ કરતા મામલો રાજદ્વારે પહોંચ્યો, ત્યાં તેઓ એકબીજા પર આક્ષેપ કરવા લાગ્યા. ઉકેલનો કોઈ માર્ગ ન દેખાતા ન્યાયાધીશે કહ્યું - ‘તમારે દિવ્ય કરવું પડશે.’ પાપબુદ્ધિ બોલ્યો - ‘આ કેવો ન્યાય ? ન્યાયમાં ના છૂટકે દિવ્યની વ્યવસ્થા છે. પહેલા તો વાદી-પ્રતિવાદીની વાત સાંભળવી જોઈએ. તેથી પરિસ્થિતિ સુધી ન પહોંચાય તો સાક્ષીઓની સાક્ષી સાંભળી ન્યાય કરવો જોઈએ, અને જો કોઈ બનાવમાં સાક્ષી જ ન હોય તો છેવટે દિવ્ય કરવું જોઈએ. આ ન્યાયની રીત છે.' આ સાંભળી અચંભો પામેલા ન્યાયશાસ્ત્રીએ પૂછ્યું - ‘તમારી બાબતમાં કોણ સાક્ષી છે ? તેણે કહ્યું - ‘વનદેવતા સાક્ષી છે તે સતત વન ઉપર દૃષ્ટિ રાખે છે. માટે જે ચોર હશે તેનું નામ તે અવશ્ય આપશે.' અધિકારીઓએ પાપબુદ્ધિની વાત માન્ય રાખી કહ્યું - ‘નીતિ કહે છે કે વિવાદમાં જો કોઈ ચાંડાળની પણ સાક્ષી મળે તો દિવ્ય કરાવવું નહીં. પછી જ્યાં દેવતા સાક્ષી હોય ત્યાંની તો શી વાત ? માટે કાલે વહેલી સવારે વનદેવતાને પૂછશું.'
સહુ વિખરાયા ને ઘરે આવ્યા. રાત્રે પાપબુદ્ધિએ પિતાને બધી વાત જણાવી તેમને તૈયા૨ ક૨ી પાછલી રાત્રે તે વનમાં આવ્યો. કોઈ ખીજડાના વૃક્ષની પોલાણમાં બાપને સંતાડી દીધો ને વૃક્ષના થડને તેલ સિંદૂર ચાંદીપાના (વરક) આદિ લગાડ્યા ને શિખવાડ્યા પ્રમાણે પાછો બાપાને શિખામણ આપી તે ઘરે આવ્યો.
બીજા દિવસે સવારના પહોરમાં ધર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજા, ન્યાયશાસ્ત્રીઓ અને રાજપુરુષો આદિ વનમાં આવ્યા. પાપબુદ્ધિના કહ્યા પ્રમાણે વનદેવતાની પૂજા-આહ્વાન આદિ કરવામાં આવ્યું. પછી મોટા સાદે પૂછવામાં આવ્યું કે - ‘હે વનદેવતા ! આ દાટેલું ધન કોણે લીધું છે ? તમે અહીંના રખેવાળ છો માટે કહો.' તરત ઝાડની પોલાણમાં છુપાયેલા વૃદ્ધે સાદ બદલી કહ્યું - ‘આ ધર્મબુદ્ધિ ગોમુખો વાઘ છે. (ઉપરથી ગાય જેવો પણ અંદરથી વાઘ જેવો છે) તે જ ધરતી ખોદી ધન લઈ ગયો છે.' સહુ બોલી ઉઠ્યા - ‘ભાઈ, ધર્મબુદ્ધિ જ બધું ધન લઈ ગયો છે.' પાપબુદ્ધિએ કહ્યું - ‘લો, હવે થયો સંતોષ ? માણસને કેટલી ધનની લાલસા છે ? હવે મારો ભાગ જલ્દી મોકલાવી