________________
૨૮૨ ,
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્થ – કવિ, ચિત્રકાર, પારધી (શિકારી) વિશેષ કરી ભટ્ટ અને ગંધીયાણાનો વેપારી ગાંધી નરકે જતા હોય છે. ને તેમને માર્ગ બતાવનાર વૈદ્ય હોય છે.
પ્રભુએ કહ્યું - “રાજા ! ધવંતરી આરંભાદિ કારણે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના પાથડામાં નારકી તરીકે ઉપજશે, પણ વૈતરણી હિંસા કરીને ઔષધો તૈયાર કરે છે, પણ તેને મનમાં તેનો ભય રહેલો છે, તે નિઃશંક થઈ પાપ કરતો નથી માટે તે મરીને વનમાં વાનર થશે, ત્યાં કોઈ મુનિને પગમાં કાંટો વાગેલો જોઈ અહીંના દઢ સંસ્કાર બળથી ચિકિત્સા કરવાના તેમજ સાધુની આ ભવની સેવાના સંસ્કારે સેવા કરવાના ભાવ જાગતાં તે જાતિસ્મરણશાન પામશે. પછી જ્ઞાનબળથી તે શલ્યોદ્વારિણી ઔષધિ શોધી તે વડે મુનિરાજને સ્વસ્થ કરશે પછી એ મુનિનો ઉપદેશ સાંભળી પૂર્વના પાપકૃત્યોને વોસિરાવી ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર દેવલોકમાં દેવ થશે અને ધવંતરી વૈદ્ય ષકાય જીવની વિરાધનાથી અનેકવાર અપ્રતિષ્ઠાન પાથડે ઉત્પન્ન થશે. ત્યાંથી વનસ્પતિકાયમાં તે કોડિના ઘડીના ભાવે વેચાશે, આમ જીવો સ્વપ્રયોજન વિના હિંસાદિ કરવા દ્વારા અનર્થદંડ આચરે છે. આ અનર્થદંડનો ત્રીજો ભેદ જાણવો. પ્રમાદાચરણ તે અનર્થદંડનો ચોથો ભેદ છે, પ્રમાદ મદ્ય આદિ પાંચ પ્રકારનો છે. તેનું સેવન એ અનર્થદંડ છે, આગમમાં કહ્યું છે કે –
मज्जं विसय-कसाया, निद्दा विकहा य पंचमी भणिया ।
પણ પંડ્ય પમાયા, નવ પતિ સંસારે છે ? |
અર્થ - મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે – ભાડે છે.
મઘ-મદિરા ઉપલક્ષણથી કેફી (નશો કરે તેવા) પીણા. ખાદ્ય (અફીણ, ચરસ, ચંડ, ગાંજો, કોકીન, ભાંગ, સરકો, તાડી, નીરો આદિ) મદિરા આદિને તો સર્વ ધર્મના લોકોએ ત્યાજ્ય કહેલ છે. કહ્યું છે કે -મદિરા પીને મુગ્ધબુદ્ધિવાળો થયેલ માણસ ગાવા લાગે, દોડે, ચકરડી ભમે, જેમ તેમ બોલે, રડે, કોઈને પણ પકડે, ક્લેશ કરે, મારે, હસે, વિષાદ પામે અને કોઈ રીતે પોતાનું હિત સમજે નહીં. સંબોધસિત્તરીની વૃત્તિમાં કહ્યું છે કે – “મદ્યપાનથી ઉન્માદે ચડેલા શ્રીકૃષ્ણના પુત્રોના દોષથી એકસો બત્રીશ કુલકોટિ યાદવો સળગતી દ્વારકામાં જીવતા સળગી મર્યા. યાદવોના કુળનું મદિરાએ નિકંદન કાઢ્યું.
છપ્પન કુળકોટિ યાદવો નગરમાં રહેતા અને બોતેર કુળકોટિ યાદવો નગર બહારના ઉપનગરમાં રહેતા. તેમાંથી જેમને ચારિત્ર લેવા કબૂલ કર્યું તેમને શ્રી નેમિનાથ સ્વામી પાસે મૂક્યા, બાકીના બળતા દ્વારામતિમાં બળી ગયા. જેઓ બચવા માટે નગરીમાંથી ભાગી ગયા હતા તેમને પણ વ્યંતર થયેલ દ્વૈપાયન પકડી લાવતો ને સળગતી દ્વારામતીમાં આહૂતિની જેમ હોમી દેતો. કુળકોટિની સંખ્યા બાબત વૃદ્ધા પાસેથી જાણવા મળ્યું છે કે, જે કોઈ યાદવના ઘરમાંથી