________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૨૮૩ એકસો આઠ કુમાર નીકળે તે કુળને એક કુળ કોટિ કહેવાય. બાકી તત્ત્વ તો બહુશ્રુત ગીતાર્થ જાણે. આ પ્રમાણે પ્રથમ મદ્યપાન નામનો પ્રમાદ જાણવો.
વિષય એટલે શબ્દાદિ. તે શબ્દ, રૂપ, રસ, ગંધ, ને સ્પર્શ એમ પાંચ પ્રકારે છે. કહ્યું છે કે – “જેનું ચિત્ત વિષયથી વ્યાકુલ હોય છે. તેવા માણસો પોતાનું જ હિત કે અહિત સમજી શકતા નથી. તેથી તે અનુચિત કાર્ય કરે છે ને દુઃખમય સંસારમાં ભૂંડી રીતે ચિરકાળ ભમ્યા કરે છે. આ વિષય નામે બીજો પ્રમાદ.
“કષ' એટલે સંસાર અને “આય' એટલે વૃદ્ધિ, લાભ. જેનાથી સંસાર વધે તે કષાય. તે ચાર પ્રકારે છે, આગળના પ્રકરણોમાં તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવશે. કષાય નામનો આ ત્રીજો ભેદ.
નિદ્રા એટલે ઊંઘ તે પાંચ પ્રકારની છે. જે ઊંઘમાંથી સુખે જગાય તે નિદ્રા, દુઃખે કરી જગાય તે નિદ્રાનિદ્રા. ઊભા ઊભા ઊંઘ આવે તો પ્રચલા. ચાલતા ચાલતા (ઘોડા વિ. ને) ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા અને વાસુદેવ કરતા અડધું બળ ઊંઘનારમાં આવે, દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં જ ઉઠીને કરી આવે, આ નિદ્રાનું નામ સ્થાનદ્ધિ.
મ્યાનષ્ક્રિનિદ્રાથી ઉપર મુજબની વ્યાખ્યા કર્મગ્રંથની ચૂર્ણિમાં ઉપલબ્ધ છે. તેમાં એ પણ જણાવ્યું છે કે – “આ ઊંઘવાળાને વાસુદેવથી અડધું બળ વજઋષભનારા સંઘયણની અપેક્ષાએ કહ્યું છે. બાકી વર્તમાન કાળના યુવાનો કરતાં આઠગણું બળ હોય છે. જીતકલ્પની વૃત્તિમાં એમ જણાવ્યું છે કે “સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય ત્યારે અતિ સંક્લિષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને-પ્રયોજનને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને સાધે છે. તે સમયે તેનું બળ વાસુદેવ કરતાં અડધું હોય છે. તે નિદ્રા ન હોય ત્યારે પણ તે પુરુષ કે નારીમાં બીજા સ્ત્રી-પુરુષ કરતાં ત્રણગણું કે ચારગણું બળ હોય છે. આ નિદ્રાવાળા જીવો અવશ્ય નરકે જનાર હોય છે. આ નિદ્રા બાબત મહાભાષ્યની ૨૩૪ મી ગાથામાં ઘણાં ઉદાહરણો, દષ્ટાંતો આપેલા છે. તે ગાથામાં કહ્યું છે કે, થિણદ્ધિ (સ્યાનદ્ધિ) નિદ્રા ઉપર માંસ, મોદક, હાથીદાંત, કુંભાર અને વડવૃક્ષ એમ પાંચ ઉદાહરણો આપેલ છે. તે આ પ્રમાણે છે.
કોઈ કણબી માંસાહારી હતો. તેને કોઈ સ્થવિર સાધુએ બોધ પમાડી દીક્ષા આપી. એકવાર તેણે કોઈ પાડો કપાતો જોયો, તેની અભિલાષા તેને થઈ આવી ને સમયે સૂઈ ગયો. તે જ રાત્રે તેને થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. તેથી તે ઊંઘમાં જ ઉક્યો અને તે જગ્યાએ જઈ બીજો પાડો મારી તેનું માંસ ખાધું, થોડું સાથે પણ લીધું તે ઉપાશ્રયમાં એક તરફ મૂકી પોતાના સંથારામાં સૂઈ ગયો. સવારે તેણે પોતાના ગુરુજીને કહ્યું કે – “રાત્રે મેં આવું સપનું જોયું. એવામાં ઉપાશ્રયમાં માંસ જોઈ અન્ય સાધુઓ આકુળ-વ્યાકુળ થતાં મહારાજજી પાસે આવીને કહ્યું – “ચામડા સહિતનું પાડાનું કાચું ને તરતનું માંસ આપણા ઉપાશ્રયમાં ક્યાંથી આવ્યું?' આચાર્યશ્રી સમજી ગયા કે આ નવા સાધુને સ્વમું નહીં પણ સ્થાનદ્ધિ નિદ્રા આવેલી અને આ કુકર્મ તેણે નિદ્રામાં જ કર્યું, ઈત્યાદિ. પછી
ઉ.ભા.-૨-૨૦