________________
ma
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
वर्ष मेघ ! कुणालायां दिनानि दश पञ्च च ।
नित्यं मूशलधाराभि-र्यथा रात्रौ तथा दिवा ॥ १ ॥
અર્થ - હે મેઘ ! પંદર દિવસ સુધી રોજ મુશળધારાએ કુણાલા નગરીમાં વરસ. જેવો દિવસે તેવો જ રાત્રે પણ વરસ.
આટલું કહેતાં તો મેઘ તૂટી પડ્યો. આખું નગર જળબંબાકાર. નાળામાં થઈ પાણી પ્રવાહ જોશમાં આવ્યો ને એ બંને મુનિને તાણી ગયો. અશુભ અધ્યવસાય ને રૌદ્રધ્યાનમાં પડેલા તે બંને મુનિ દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે ડૂબી ગયા. નરકે ઉપન્યા.
આદિ અપધ્યાનથી મેઘવૃષ્ટિ કરાવી ક્ષમારહિતપણે આખા નગરને ડૂબાડી પોતે પણ ડૂબ્યા ને અનર્થદંડથી નરકગતિ પામ્યા.
૧૩૨
અનર્થદંડના અન્ય ભેદો અનર્થદંડનો બીજો ભેદ પાપકર્મનો ઉપદેશ. જેમકે ખેતર ખેડો, હળ આદિ તૈયાર કરો. બળદ જોડો, શત્રુને મારો, કન્યાને પરણાવો, ભોજન રાંધો ને કપડા નથી ધોવા? વિગેરે બીજાને ઉપદેશ આપે, જયાં પોતાને કાંઈ લેવા દેવા ન હોય. આ બધો પાપોપદેશ કહેવાય. આગમ કહે છે કે, શ્રીકૃષ્ણ વાસુદેવ અને ચેડારાણાને પોતાના સંતાનો પરણાવવાનો પણ નિયમ હતો.
અનર્થદંડનો ત્રીજો ભેદ-હિંસામાં ઉપયોગી સાધન આપવા તે. જેમકે ગાડું આદિ વાહન, કોઈપણ પ્રકારના નાના મોટા શસ્ત્રો, ઘંટી, સાંબેલું, ખારણી-પરાળ, દાતરડું, કરવત, છરી, કોશ, કોદાળી તથા કૃમિ વગેરે જંતુનાશક કે ગર્ભાદિ પાડે તેવા ઔષધાદિ કોઈને આપવા તે પાપનું જબરું કારણ છે. આ વિષયમાં એક વાર્તા આવે છે કે –
દ્વારકા નગરીમાં ધવંતરી ને વૈતરણી નામે બે વૈદ્યો વસે. ધવંતરી ઘણાં સાવદ્ય કર્મ કરતો ને વૈતરણી ઔષધ બનાવવામાં ઘણી હિંસા કરતો. કિંતુ વૈતરણી રોગી મુનિને નિર્દોષ ઔષધ જ આપતો.
એકવાર શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવંતને પૂછયું - “ભગવાન ! મારા નગરમાં બે વૈદ્યો બહુ પ્રસિદ્ધ છે. તેમની કઈ ગતિ થશે ?' લોકોક્તિ કહે છે કે –
કવિ ચિતારો પારધી, વલી વિશેષ ભટ્ટ, ગાંધી નરક સિધાવિયા, વૈદ્ય બતાવે વટ્ટ