________________
૨૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ચિંતવવું-કહેવું કે “સારું થયું, એ લાગનો જ હતો. આપણા રાજાનું ખગ તો દૈવી છે, તેના પ્રહારથી આટલા બધા માર્યા ગયા.' ઇત્યાદિ વારંવાર બોલવું કે ચિંતવવું તે મૃષાનુબંધી નામનો રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર જાણવો.
તીવ્ર રોષથી ધન આદિનાં સ્વામીઓના મરણથી પરદ્રવ્ય પ્રાપ્તિની અનુકૂળતા થવા આદિનું ચિંતન તે યાનુબંધી નામે રૌદ્રધ્યાનનો ત્રીજો ભેદ છે.
પોતાના દ્રવ્યાદિની રક્ષા કાજે સર્વત્ર શંકાશીલ બની શત્રુ આદિના હનનનો અધ્યવસાય કરવો તે સંરક્ષણાનુબંધી નામનો રૌદ્રધ્યાનનો ચોથો ભેદ છે.
ધ્યાનશતકમાં જણાવ્યું છે કે, “કરવું, કરાવવું, અનુમોદવું અને તે સંબંધમાં વારંવાર ચિંતા કરવી એમ ચાર પ્રકારે પણ રૌદ્રધ્યાન છે.” અવિરત (વ્રતવિનાના) સમ્યગુદૃષ્ટિ અને દેશવિરતિ શ્રાવકોએ સેવેલ-ચિંતવેલ દુષ્યને અશ્રેયકારી, પાપમય અને નિંદનીય છે. તેના પણ ચાર લિંગ (લક્ષણો) છે. તે આ પ્રમાણે છે, પૂર્વે બતાવેલ હિંસા આદિ ચારે બાબતમાં એકવાર આદર કરવો તે પ્રથમ લિંગ અને તે ચારેમાં વારંવાર આદર-પ્રવૃત્તિ કરવી તે બીજું ચિહ્ન છે. કુશાસ્ત્ર સાંભળીને કે પોતાના અજ્ઞાનથી હિંસાત્મક યજ્ઞાદિ) ક્રિયાકાંડમાં ધર્મબુદ્ધિથી પ્રવર્તવું તે ત્રીજું લિંગ અને કાલસૌકરિક કસાઈની જેમ જીવનપર્યત હિંસાદિથી નિવૃત્ત ન થવું તે ચોથું લિંગ છે. અથવા વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, “તંદુલમત્સ્ય (ઘણું જ નાનું મગરની પાંપણમાં રહેનાર મત્સ્ય) હિંસાદિ દુષ્કર્મ કર્યા વિના માત્ર રૌદ્રધ્યાનના પ્રાબલ્યથી મરીને જયાં અસંખ્ય દુષ્કર્મની પીડા ને પરાભવ સહવાના હોય છે એવા દુરંત નરકમાં ઉત્પન્ન થાય છે. રૌદ્રધ્યાન ઉપર કુરેડ અને ઉત્કડ નામના બે શ્રમણોની કથા આવે છે.
| કુરુડ અને ઉત્કડની કથા કુણાલા નગરીના દરવાજે કુરુડ અને ઉત્કડ નામના બે મુનિરાજો કાયોત્સર્ગમાં રહ્યા હતા. તેઓ મહાતપસ્વી ને મહિમાવંત હતા. દરવાજાની પાસે જ એક નાળું પણ હતું. મુનિઓને જળનો ઉપદ્રવ ન થાય માટે નગરમાં વરસાદ વરસતો જ નહીં. ગામ બહાર ને ખેતરોમાં યથાસમયે વર્ષા કરતો. અંતે લોકોને સમજાઈ ગયું કે, “આ મુનિના તપપ્રભાવથી વરસાદ તેમનાથી દૂર જ વર્ષે છે, પણ ગામમાં વરસતો નથી. તેથી સહુ એકઠા થઈ તેમની પાસે આવ્યા, કોઈ તેમને ઉપદ્રવ પણ કરવા લાગ્યા. લોકોએ કહ્યું – “તમારા બંનેના મહિમાથી નગરમાં વરસાદ જ થતો નથી, વરસાદ વિના તો બધું મેલું છે. વરસાદ આવે તો આખું નગર ધોવાઈ જાય. ને પાણીના ટાંકાય ભરાય. પાણી વિના તો બધું જ વિપ્ન છે. માટે તમે અહીંથી બીજે ચાલ્યા જાવ.” આ પ્રમાણે વારંવાર કહેવાથી તે મુનિઓના ધ્યાનનો ભંગ થયો. તેમને આ લોકો ઉપર દ્વેષ અને પછી રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તેથી ક્રોધિત થઈ તેઓ બોલ્યા -