________________
૨૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ સ્ત્રીકથા-તેમના રૂપ, વિલાસ, ચાલ, વાળ, ભાષા, ચતુરાઈ, આદિની પ્રશંસા કે નિંદા કરવી યથા -
द्विजराजमुखी गजराजगतिः, तरुराजविराजितजङ्घतटी । यदि सा दयिता हृदये वसति, व जपः क्व तपः क्व समाधिरिति ॥१॥
અર્થ :- અહી આ યુવતી કેવી સુંદર છે ! ચંદ્રમા જેવું આફ્લાદક તો તેનું મુખ ચંદ્ર છે. શું ચાલે છે? જાણે વનહાથણી ડોલતી ચાલી આવતી હોય નહીં? કેળના સ્તંભ જેવી સુડોળ તો જંઘા છે. અરે, વધારે તો શું કહું? પણ એ કામિની હૈયામાં વસી જાય પછી ક્યાં જપ, ક્યાં તપ ને ક્યાં સમાધિ ?
અર્થાત્ પછી તપ-જપ ને સમાધિની આવશ્યકતા રહેતી નથી. ઈત્યાદિ સ્ત્રી સ્તુતિમાં સમયનો નાશ કરે, વળે કશું જ નહીં, વળી કોઈ સ્ત્રીની નિંદામાં પણ પડે છે જેમકે અરે ! ફલાણી કેવી છે? લાંબી તો તાડ જેવી. ચાલે તો જાણે રણનું ઊંટ ચાલ્યું. પેલી બોલે તો સાંભળવું ય ન ગમે, જાણે કાગડો બોલ્યો !! તો કોઈનું પેટ મોટું કહે-આંખો નાની છે. આચરણ સારૂં નથી, બોલે છે, જાણે લાકડાં છોલે છે, રાંધતા તો આવડતું જ નથી. વાસુડી તો એવી છે કે પૂછો નહિ વાત! દુર્ભાગિણી છે. એના પગલા પડે ત્યાં કંકાસ. આવી નારી જ્યાં હોય ત્યાં દુઃખના પારાવાર ! સ્ત્રીને લઈને (જેમ કામરૂપ દેશની સ્ત્રીઓ ઘણી સુંદર હોય છે, વગેરે) જાતિ, કુળ, રૂપ, નામ, પહેરવેશ, કુટુંબ પરિવારની વાત કરવી તે પણ સ્ત્રીકથા છે. તેનો ત્યાગ કરવો જોઈએ. - જેમકે-લાટદેશની સ્ત્રીઓ મધુર ભાષાવાળી અને કામકળામાં ચતુર હોય છે ઇત્યાદિ. કોઈ વળી જાતિને આશ્રયી કહે છે. “વિધવા બ્રાહ્મણીના સ્ત્રીના તો દુઃખનો પાર નથી, તે તો જીવતી છતાં મૂઆ (મરી ગયા) જેવી છે. કેટલીક જાતિમાં તો ગમે તેવી પરિસ્થિતિમાં યુવતી સદા અનિંદિતા ને આનંદિત છે, અમુક જાતિમાં સ્ત્રીઓ ઘણી જ સુંદર હોય છે. ઇત્યાદિ કુળ સંબંધી સ્ત્રીકથા કરતાં કોઈ કહે છે “ભાઈ ! સોલંકી વંશની રાજકન્યાઓનું સાહસ અભૂત હોય છે, પતિ તરફથી સદાય તિરસ્કારને ફીટકાર જ મળ્યાં હોય છે છતાં તે પતિની પાછળ સતી થઈ જીવતી સળગી જાય છે. ઇત્યાદિ. જેમાં જેમાં સ્ત્રીના રૂપ-લાવણ્યની વાત હોય તે સ્ત્રીરૂપ-કથા.
જેમાં નામની વાત-જેમકે જેવા નામ તેવા ગુણ, જેવા નામ તેવા પરિણામ. તે સ્ત્રીનામકથા. સ્ત્રીને પથ્યકથામાં સ્ત્રીના પહેરવેશની વાત હોય છે, છોકરાઓને તો મર્યાદિત પ્રકારના પરિધાન હોય પણ છોકરીઓને તો કંઈ કેટલીય જાતના વસ્ત્રો, ને અમુકને અમુકદ્દેશ તો એવા સરસ લાગે, અમુકને અમુક વેશ એવો વિચિત્ર ને ખરાબ લાગે છતાં શું પહેરવાના અભરખા છે? અમુક પહેરવેશ તો તે સુંદરીના રૂપ યૌવનમાં ચાર ચાંદ લગાડી દે છે. જે યુવાનોના નેત્રને પરમ આનંદ આપે છે,' ઇત્યાદિ પરિજન સંબંધી સ્ત્રીકથા જેમકે “આ ઘરમાં તો સ્ત્રીનું જ રાજ છે, પતિ પણ તેના કહ્યા પ્રમાણે જ ચાલે છે. સ્ત્રી ઘણી ચતુર છે, પરિવારની શોભા એને લઈને જ છે, તેના