________________
૨૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ देवगुरुप्रसादेन, जिह्वाग्रे मे सरस्वती ।
तेनाहं नृप ! जानामि, भानुमत्यास्तिलं यथा ॥१॥ અર્થ – હે રાજા ! દેવ-ગુરુની કૃપાથી મારી જીભના અગ્રભાગમાં સરસ્વતીનો વાસ છે, તેથી હું ભાનુમતીના (સાથળના) તલની જેમ (પ્રત્યક્ષ ન જોયા છતાં) જાણી શકું છું.”
રાજાને વિશ્વાસ થઈ ગયો કે આ શારદાનંદ જ છે, તરત તેઓ પડદા પાછળ પહોંચી હર્ષથી ભેટી પડી પગે લાગ્યા. સારા આદર અને સમારોહપૂર્વક મહેલમાં લઈ જઈ પોતાની ભૂલની ક્ષમા માંગી. કુમાર સાવ સ્વસ્થ થતાં આનંદ વર્તાઈ રહ્યો. આ વાત સાંભળી શ્રાવકે સ્વામી, વિશ્વાસી, દેવ-ગુરુ, મિત્ર, વૃદ્ધ અને બાળકનો દ્રોહ તથા થાપણ લઈને ના પાડવી ઈત્યાદિ મહાપાપ દૂરથી વર્જવા. અને શુદ્ધ વ્યવહારમાં નડતાં સર્વ દૂષણો છોડી દેવા, જેથી ઉભયલોકમાં યશનો વિસ્તાર થાય.
૧૩૧ અનર્થદંડ (ત્રીજું ગુણવત) शरीराद्यर्थदण्डस्य, प्रतिपक्षतया स्थितः ।
योऽनर्थदण्डस्तत्त्यागः, तृतीयं तु गुणव्रतम् ॥१॥ અર્થ :- શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય તેથી પ્રતિપક્ષતાવાળું - એટલે વિપરીત રીતે રહેવું તે અનર્થદંડ કહેવાય, તેનો ત્યાગ તે ત્રીજું ગુણવત.
જેના દંડથી પ્રાણી અનર્થ એટલે પ્રયોજન વિના પુણ્યરૂપ વૈભવના નાશરૂપે યા પાપકર્મના બંધનરૂપ દંડે દંડાય તે અનર્થદંડ કહેવાય. મુખ્યતાએ એના ચાર ચાર પ્રકાર આ પ્રમાણે થાય છે, (૧) આર્ત-રૌદ્રધ્યાન-સ્વરૂપ અપધ્યાન. (૨) પાપ-કાર્યનો ઉપદેશ (૩) હિંસાના સાધનભૂત ઉપકરણનું આપવું. તથા (૪) પ્રમાદાચરણ.
દુર્બાન એટલે અપધ્યાન, ધ્યાન એટલે અંતર્મુહૂર્તની અવધિવાળી મનની સ્થિરતા યા એકાગ્રતા. શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “અંતર્મુહૂર્ત પર્યંત ચિત્તની એકાગ્રતા તે છબસ્થનું ધ્યાન અને યોગનિરોધ તે કેવળીનું ધ્યાન હોય છે. એમાં અશુભધ્યાન એટલે આર્તધ્યાન, રૌદ્રધ્યાન તેમાંય આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યાં છે. અનિષ્ટવિયોગેચ્છા-ન ગમે તેવા શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્ધાદિ પ્રાપ્ત થતા તેના તરફ તીવ્ર અણગમો અને એ અણગમતા પદાર્થો ત્રિકાળમાં ક્યારેય ન મળે તેવી ભાવના. આ આર્તધ્યાનનો પ્રથમ ભેદ. આ જ શબ્દાદિ મનોરમ વસ્તુ મળ્યા પછી તેનો કદી પણ વિયોગ-વિચ્છેદ ન થાય એવું ચિંતવવું તે ઈષ્ટ અવિયોગેચ્છા નામનો આર્તધ્યાનનો બીજો પ્રકાર.