________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૭૭ પુત્ર સાથે રાજા મંત્રીને ઘરે આવ્યા. ત્યાં પડદામાં રહેલા શારદાનંદ ગુરુએ સાદ બદલી આ પ્રમાણે શ્લોકો કહ્યા.
विश्वासप्रतिपन्नानां, वञ्चने का विदग्धता ?।।
अङ्कमारुह्य सुप्तानां, हन्तुं किं नाम पौरुषम् ॥ १ ॥ અર્થ - આપણા વિશ્વાસે રહેલાને છેતરવામાં ભલા શી ચતુરાઈ ? અને ખોળામાં સૂતેલાને મારી નાખવામાં કયું પૌરુષ?
આ સાંભળી કુમારે વિ' બોલવો છોડી દીધો ને સેમિરા-સેમિરા રટવા માંડ્યો. શારદાનંદ બીજો શ્લોક કહ્યો –
सेतुं गत्वा समुद्रस्य गङ्गासागरसङ्गमे ।
ब्रह्मघ्नो मुच्यते पापै-मित्रद्रोही न मुच्यते ॥ २ ॥ અર્થ - સમુદ્રસેતુ (સેતુબંધ રામેશ્વર) જઈને અથવા ગંગાસાગરના સંગમતીર્થે જવાથી બ્રહ્મહત્યા કરનાર પાપ-હત્યામુક્ત થાય પણ મિત્રદ્રોહી માટે પાપથી મૂકાવાનું કોઈ સ્થાન નથી.
આ સાંભળી બીજો અક્ષર “સે પણ છૂટી જતાં કુમાર મિરા-મિરા બોલવા લાગ્યો. રાજા આદિને વિશ્વાસ થયો કે કુમાર ચારે અક્ષર છોડી ડાહ્યો થઈ જશે. ત્રીજો શ્લોક શારદાનંદે આ પ્રમાણે કહ્યો –
मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः ।।
चत्वारो नरकं यान्ति, यावच्चन्द्रदिवाकरौ ॥ ३ ॥ અર્થ:- મિત્રદ્રોહી, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાતીઓ ચારે પ્રકારના જીવો સૂર્ય ચન્દ્રના અસ્તિત્વ સુધી નરકમાં રહે છે. આ સાંભળી કુમાર માત્ર રા, રા, બોલવા લાગ્યો. ત્યાં પડદામાંથી પાછો શ્લોક સંભળાયો.
राजन् ! त्वं राजपुत्रस्य यदि कल्याणमिच्छसि ।
देहि दानं सुपात्रेषु, गृही दानेन शुद्धयति ॥ ४ ॥ અર્થ – હે રાજા ! તું તારા પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રોમાં દાન આપ કેમકે ગૃહસ્થ દાન આપવાથી શુદ્ધ થાય છે.
આ સાંભળતાં કુમાર સ્વસ્થ થઈ ગયો ને તેણે લવારાં છોડી દીધા. તેણે સહુની સમક્ષ વનમાં બનેલો બનાવ કહી સંભળાવ્યો ને પોતે કરેલા વિશ્વાસઘાતનો રંજ અનુભવ્યો. આ સાંભળી ચકિત થયેલા રાજાએ પૂછ્યું – “હે પુત્રી !! તું અહીં ઘરમાં રહીને વનમાં બનેલી વાઘ, વાંદરા ને કુમારની બીના કેવી રીતે જાણી શકી?' ત્યારે શારદાનંદે પાછો શ્લોક કહી મૂળ વાત જણાવી –