________________
૨૭૦.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ નહોતું અને તે અતિસુખમાં ઉછરેલા હોઈ તેઓ મૃત્યુની ગંભીરતા જાણતા ન હતા, તેથી વજીરને પૂછ્યું - “ઊંટ મરી ગયું એટલે શું? મરી કેમ જવાય ?' વજીરે કહ્યું - “તેનું મોત-મૃત્યુ થયું.” બાદશાહે આશ્ચર્ય પામતા પૂછયું - “મોત-મૃત્યુ એટલે શું? તે કેવી રીતે થાય? સાંભળી બધા અચરજ પામ્યા.
- વજીર આદિએ રાજાને ઊંટ મરી ગયાની સમજણ આપતાં કહ્યું – “જે આંખે દેખે નહીં, કાને સાંભળે નહીં, ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, ચાલે નહીં, બસ લાકડાની જેમ પડી રહે તે મરી ગયું કહેવાય.” ચકિત થયેલા બાદશાહ તે મરી ગયેલા ઊંટની પાસે ગયો ને બોલ્યો :- “અરે તું આમ રસ્તા વચ્ચે સૂઈ રહે તે કેવું કહેવાય? ઉઠ, ખાઈ, પી લે, આવી જીદ ને ક્રોધની ઊંઘ સારી નહિ, ઉઠ ઊભો થા.” કાજી આદિએ આવીને કહ્યું – “આનો જીવ નિકળી ગયો છે. આપણા શ્વાસની જેમ આનો શ્વાસ ચાલતો નથી. આનો જીવ તો કર્યું ભોગવવા ગયો.” ઇત્યાદિ યુક્તિપૂર્વક તેમણે રાજાને મૃત્યુ અને પરલોકનું સ્વરૂપ સમજાવ્યું. તે જાણી બાદશાહે વિચાર્યું – “અરે ! જો. આમ મૃત્યુ અણચિંતવ્યું આવશે તો મને કોણ બચાવશે ?”
ઇત્યાદિ વિચારણા કરી બાદશાહ ત્યાં જ બધું છોડી ફકીરી લઈ ચાલી નિકળ્યો. તે બાદશાહના ત્યાગનું કવિત કોઈ કવિએ આમ ગાયું છે –
સોલ હજાર સહેલીયા, તુરી અઢારહ લખ;
સાહેબ ! તેરે કારણે, છોડ્યા શહર મુલક. અર્થાતુ - હે સાહેબ ! તારા કારણે બાદશાહે સોળ હજાર બેગમો, અઢાર લાખ ઘોડા આદિ વિપુલ સમૃદ્ધિ તો છોડી પણ શહર અને મુલક પણ છોડી દીધાં ને દૂર કો' અજાણી ભૂમિમાં ઉતરી ગયા.
આ ઐતિહાસિક પ્રસંગથી અહિંસા, સત્ય અને અપરિગ્રહ એક બાદશાહને પણ સુખસમાધિનું કારણ બની શક્યા તે જાણી શકાય છે. ત્યારે જૈનદર્શનના જાણ ભવભીરુ આત્માએ તો ઉત્તમ ત્યાગાદિધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સર્વ પુરુષાર્થનું મૂળ તો ધર્મ છે. તે કદીય નિષ્ફળ જતો નથી.
માત્ર અર્થની ઉપાસના પણ વિનાશક છે. મમ્મણ શેઠની જેમ માત્ર ધનોપાર્જન ધનવૃદ્ધિ કે ધનરક્ષામાં રત રહી ધર્માદિ પુરુષાર્થને કરતાં નથી તેઓ ધનનો કોઈ લાભ મેળવી શકતા નથી, આજીવન પરિશ્રમ અને બળતરા પોતે ભોગવે છે ને તેમનું ધન કોઈ બીજા જ ભોગવે છે. પાપનું ફળ પોતે ભોગવવાનું હોય છે ત્યારે તેના વૈભવથી બીજા મોજ માણતા હોય છે. જેમ સિંહ હાથીને મારી હિંસા વહોરે છે ને ગજમૌક્તિક હાડકાં ને હાથીદાંત કોઈ અન્ય જ લઈ જાય છે તેમ કહ્યું છે કે –